બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Farmers happy due to rain in many villages of Gujarat

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા / સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની એન્ટ્રી: અમરેલીની નદીમાં આવ્યા પૂર, આ જિલ્લાઓમાં પણ વરસાદ, જાણો આગામી દિવસોની શું છે આગાહી

Kishor

Last Updated: 10:23 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં શ્રીકાર વર્ષા થઈ છે, વાવાઝોડાને પરિણામે આવેલા વરસાદને પગલે વાવણી કરી લીધા બાદ ફરી મેઘ મહેર થતા જગતનો તાત રાજીના રેડ થઈ ગયો છે.

  • સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાને લઈને ખેડૂતો રાજીના રેડ
  • ગુજરાતના અનેક વિસ્તારમાં બે કાંઠે નદીઓ વહેતી 
  • વરસાદ ત્રાટકતા બફારામાંથી લોકોને આંશિક રાહત

ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને ઘડિઓ ગણાય રહી છે. આવી સ્થિતિ વચ્ચે અનેક શહેરોમાં ચોમાસા દસ્તક દીધી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેને પરિણામે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે મેઘમહેર જોવા મળી હતી. આથી ખેડૂતોમાં ખુશીનો કોઈ પાર ન રહ્યો હોય તેવી સ્થિતિ જન્મી છે. વાવાઝોડાને પરિણામે આવેલા વરસાદને પગલે વાવણી કરી લીધા બાદ ફરી મેઘ મહેર થતા જગતનો તાત રાજીના રેડ થઈ ગયો છે.

ચલાલા અને મીઠાપુરની નદીમાં પુર

હવામાન વિભાગની આગાહીને પગલે આજે સાંજના સમયગાળા દરમિયાન અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈને ભારે વરસાદ પડતા ગીરના ગામડામાં નદીમાં પાણીની આવક થવા પામી હતી. વધુમા વરસાદથી ચલાલા અને મીઠાપુરની નદીમાં પુર આવ્યું હતું. બીજી બાજુ પાણીને લઈને ચલાલા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગરમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જેમાં એક કલાકમાં એક ઇંચ જેટલું પાણી વરસતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ હિંમતનગર બાયપાસ હાઈવે વિસ્તારમાં પાણી ભરાયા હતા જેને લઈને વાહન ચાલકો અટવાયા હતા.

રાજકોટના જેતપુરમાં પણ વરસાદ
ઉપરાંત ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે બપોર બાદ વરસાદ ત્રાટકતા બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી તેમજ જેસર પંથકના ગામોમાં વરસાદ પડતા રાજપરા, રાણપડા, રાણીગામ સહિતના વિસ્તારોમાં પુર આવ્યા હતા. તે જ રીતે રાજકોટના જેતપુરમાં પણ વરસાદ આવ્યો હતો જેતપુર નજીકના ગામોમાં પણ પવન સાથે ધીમીધારે વરસાદ પડતા લોકોને આનંદની લાગણી છવાઈ હતી.

ચેકડેમ ભરપૂર થતા ખેડૂતોમાં આનંદ છવાયો

બીજી બાજુ અમરેલીના બગસરા જુના વગાડ્યામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી સોનાપુરી નદીમાં પુર આવ્યું હતું. નદીઓ બે કાંઠે વહેવા લાગતા સ્થાનિક લોકો નદીનો નજારો જોવા ઉમટી પડ્યા હતા. તે જ રીતે સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં પણ મેઘો મુશળધાર વરસ્યો હતો. સાવરકુંડલામાં વીજપડી પંથકમાં ભારે વરસાદ પડતા ચેકડેમો અને નદીનાળા ઓર ફ્લો થયા હતા. પરિણામે ખડસલીનો જામવાલી ડેમ પણ પુર આવ્યું હતું. પ્રથમ વરસાદે જે ચેકડેમ ભરપૂર થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

હવામાન વિભાગની આગાહી

આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનનાં અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ