બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Failed by watching porn videos', the Supreme Court slapped a heavy fine on the young man

અજીબ કેસ / 'પોર્ન વીડિયો જોઈને ફેલ થયો', વળતર લેવા આવેલા યુવાનને સુપ્રીમે ઉલટાનો ફટકાર્યો તગડો દંડ

Hiralal

Last Updated: 07:45 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોર્ન વીડિયો જોઈને પોલીસની પરીક્ષામાં ફેલ થવા બદલ વળતર લેવા આવેલા મધ્યપ્રદેશના યુવાનને સુપ્રીમ કોર્ટે તગડો દંડ ફટકાર્યો હતો.

  • મધ્યપ્રદેશનો યુવાન અજીબ ફરિયાદ લઈને પહોંચ્યો સુપ્રીમમાં
  • યૂટ્યૂબ પર અશ્લીલ કન્ટેન્ટ જોઈને ધ્યાન ભટક્યું એટલે પરીક્ષામાં ફેલ થયો
  • વળતરની માગ પર ભડકી ઉઠી સુપ્રીમ કોર્ટ
  • ઉલટાનો લગાવ્યો 1 લાખનો દંડ, ગરીબાઈ ગાઈ તો 25,000માં છૂટ્યો 

સુપ્રીમની જેવી દેશની ટોચની કોર્ટનો સમય ખૂબ મૂલ્યવાન હોય છે પરંતુ ક્યારેક કોર્ટને સાવી નકામી ફરિયાદ સાંભળવી પડતી હોય છે અને જેને કારણે કોર્ટનો ટાઈમ બગડતો હોય છે. સુપ્રીમમાં આવો એક કિસ્સો આવ્યો હતો. 

પોર્ન વીડિયો જોઈને ફેલ થયો એટલે 75 લાખનું વળતર માગ્યું 
મધ્યપ્રદેશના યુવાન આનંદ કિશારે સુપ્રીમ કોર્ટમાં એક વિચિત્ર અરજી દાખલ કરી. યુવાને તેની ફરિયાદમાં લખ્યું યૂટ્યૂબ પર અશ્લીલ અને ભડકાઉ પોર્ન વીડિયોની જાહેરાત જોઈને મારુ ધ્યાન ભટકી ગયું હતું અને તેને કારણે તે મધ્યપ્રદેશ પોલીસની પરીક્ષામાં ફેલ થયો હતો તેથી યૂટ્યુબને તેને 75 લાખનું વળતર અપાય તેનો નિર્દેશ આપવામાં આવે. યુવાનની અરજી સાંભળીને સુપ્રીમ કોર્ટ ભડકી ઉઠી હતી. 

1 લાખનો દંડ કરતા યુવાને ગરીબાઈ ગાઈ, કોર્ટે દંડ ઘટાડ્યો 
સુપ્રીમની ખંડપીઠને યુવાનની આ વિચિત્ર ફરિયાદ ટાઈમ બગાડતી લાગી અને તેને તત્કાળ ફગાવી દઈને યુવાનને 1 લાખનો દંડ ફટકારી દીધો. પાછળથી હિન્દીમાં દલીલ કરનારા અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને માફ કરવામાં આવે અને લાદવામાં આવેલા દંડને દૂર કરવામાં આવે ત્યાર બાદ સુપ્રીમે દંડ 1 લાખથી ઘટાડીને 25,000 કરી નાક્યો હતો. અરજદારે એમ પણ કહ્યું હતું કે તે બેરોજગાર છે. ખંડપીઠે કહ્યું કે તેઓ માત્ર પબ્લિસિટી માટે કોર્ટમાં આવીને આવી અરજી દાખલ કરી શકે નહીં. યુવકે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે યૂટ્યૂબ પર અશ્લીલ જાહેરાતો દેખાય છે, જેના કારણે તેને જોઈને તેનું ધ્યાન ભટકી ગયું હતું અને તેના કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી શકતો ન હતો. આ કારણે તે પરીક્ષામાં નાપાસ થયો હતો. યુવકની દલીલ સાંભળીને જજે ગુસ્સે થઈને કહ્યું કે તમે વળતર આપવા માંગો છો કારણ કે તમે ઈન્ટરનેટ પર જાહેરાતો જોઈ હતી અને તમે કહો છો કે આ કારણે તમારું ધ્યાન ભટકી ગયું અને તમે પરીક્ષા પાસ ન કરી શક્યા? ખંડપીઠે જણાવ્યું હતું કે, "આ કલમ 32 (બંધારણની) હેઠળ દાખલ કરવામાં આવેલી સૌથી અત્યાચારી અરજીઓમાંની એક છે." આવી અરજીઓ કોર્ટનો સમય બગાડતી હોય છે. 

પસંદ ન હોય તો શું કામ જુઓ છે આવી જાહેરખબર- સુપ્રીમ 
જાણવા મળ્યું કે અરજદારે દાવો કર્યો છે કે તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કર્યું હતું, જ્યાં તેણે કથિત જાતીય સામગ્રીવાળી જાહેરાતો જોઈ હતી. સુપ્રીમે કહ્યું કે "જો તમને કોઈ જાહેરાત ન ગમતી હોય, તો તેને જોશો નહીં. ખંડપીઠે કહ્યું કે તે શા માટે જાહેરાતો જોવાનું પસંદ કરે છે તે તેનો વિશેષાધિકાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ