બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Exclusion of Sikkimese woman from IT exemption because she marries non-Sikkimese arbitrary: SC

ચુકાદો / મહિલા કોઈની જાગીર નથી, તેની પોતાની પણ આગવી ઓળખ- સુપ્રીમની મહત્વની ટીપ્પણી

Hiralal

Last Updated: 09:10 AM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે મહિલા કોઈની જાગર નથી, તેની પણ એક આગવી ઓળખ છે.

  • સિક્કીમની મહિલાને આવકવેરા કાયદા હેઠળ મુક્તિમાંથી બાકાત રખાઈ
  • સુપ્રીમે તેની બાકાતીના નિર્ણયને ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવ્યો
  • કહ્યું- મહિલા કોઈની જાગર નથી, તેની પણ છે એક આગવી ઓળખ 

સુપ્રીમ કોર્ટે સિક્કિમની એક મહિલાને આવકવેરા કાયદા હેઠળ મુક્તિમાંથી બાકાત રાખવાના નિર્ણયને ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. મહિલાએ 1 એપ્રિલ, 2008 પછી બિન-સિક્કિમી પુરુષ સાથે લગ્ન કર્યા હતા. જસ્ટીસ એમ.આર.શાહ અને બી.વી.નાગરથનાની ખંડપીઠે જણાવ્યું હતું કે, આ મહિલા કોઈની જાગીર નથી અને તેની પોતાની એક ઓળખ છે, સિક્કિમની મહિલાને આ પ્રકારની મુક્તિમાંથી બાકાત રાખવાનો કોઈ અર્થ નથી.

આઈટી એક્ટ, 1961માં સુધારો કરવાનો સરકારને આદેશ
સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે 2008 પછી બિન-સિક્કિમના પુરુષ સાથે લગ્ન કરનારી સિક્કિમની મહિલાને આવકવેરા કાયદાની કલમ 10  હેઠળ મુક્તિનો લાભ આપવાનો ઇનકાર કરવો એ મનસ્વી, ભેદભાવપૂર્ણ અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. જસ્ટિસ નાગરથનાએ પોતાના અલગ ચુકાદામાં જણાવ્યું હતું કે, યુનિયન ઓફ ઇન્ડિયા આઈટી એક્ટ, 1961ની કલમ 10 (26એએ)ના અર્થઘટનમાં સુધારો કરશે, જેમાં 26 એપ્રિલ, 1975ના રોજ અથવા તે પહેલાં સિક્કિમમાં વસવાટ કરતા તમામ ભારતીય નાગરિકોને આવકવેરાની ચુકવણીમાંથી મુક્તિ આપવા માટેની કલમનો યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવશે. આવા નિર્દેશનું કારણ એ છે કે સમજૂતીને ગેરબંધારણીયતાથી બચાવવા અને કેસના તથ્યો અને સંજોગોમાં સમાનતાની ખાતરી કરવી.

શું હતો મામલો
આવકવેરા વિભાગે 2008 પછી બિન-સિક્કિમના પુરુષ સાથે લગ્ન કરનારી સિક્કિમની મહિલાને આવકવેરા કાયદામાંથી મુક્તિ આપવાનો ઈન્કાર કર્યો હતો. મહિલાએ આઈટી વિભાગના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો અને મહિલાની અરજી ધ્યાન પર લેતા સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો અને મહિલાને મુક્તિનો લાભ આપવાનો આઈટી વિભાગને આદેશ આપ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે મહિલાની પણ એક આગવી ઓળખ છે અને તેણે બિન સિક્કીમી સાથે લગ્ન કર્યાં હોવા માત્રથી તેને મુક્તિના લાભનો ઈન્કાર ન કરી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ