બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / europe chinese ambassador barred from uk parliament over sanctions row

બદલો / હવે આ દેશે ચીન સાથે લીધો પંગો! સંસદમાં લીધો એવો નિર્ણય કે ડ્રેગન ફફડી ઉઠ્યું

Premal

Last Updated: 12:31 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટને પોતાની સંસદમાં ચીનના રાજદૂતના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટને આ કડક પગલું ચીનની કાર્યવાહી બાદ ઉઠાવ્યું છે. જેમાં ચીને કેટલાંક બ્રિટીશ સાંસદો પર એટલા માટે પ્રતિબંધ લગાવ્યો હતો કારણકે તેમણે ચીનના શિનજિયાંગ શહેરમાં થઈ રહેલા માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈ સવાલ ઉઠાવ્યાં હતા.

  • બ્રિટને સંસદમાં ચીનના રાજદૂતના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો
  • ચીને કેટલાંક બ્રિટીશ સાંસદો પર લગાવ્યો હતો પ્રતિબંધ
  • ચીનના શિનજિયાંગમાં થતાં માનવ અધિકારોને લઇ ઉઠાવ્યાં હતા સવાલ

બ્રિટીશ સાંસદોએ વીગર મુસ્લિમોની સમસ્યા પર ઉઠાવ્યાં હતા સવાલ

બ્રિટીશ સાંસદો, કેટલાંક બ્રિટીશ વકીલો અને બુદ્ધિજીવીઓએ શિનજિયાંગ શહેરમાં વીગર મુસ્લિમો પર થતાં ચીનના અત્યાચારોને લઇ સવાલ ઉઠાવ્યાં હતા અને ચીને એવા બ્રિટીશ નાગરિકોને ખોટા અને ભ્રમ ફેલાવનારા જણાવી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના જવાબમાં બ્રિટને પણ ચીનની સામે કડક કાર્યવાહી કરી છે અને ચીની રાજદૂતને બ્રિટનની સંસદમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટનની હાઉસ ઓફ કોમન તથા હાઉસ ઓફ લોર્ડ્સમાં ચીનના રાજદૂતના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. લંડનમાં સ્થિત ચીનના દૂતાવાસે બ્રિટનની સંસદના આ પગલાંની નિંદા કરી છે. ચીનની એમ્બેસી તરફથી કહેવામાં આવ્યું છે કે બ્રિટનની સંસદ તરફથી ઉપાડવામાં આવેલા આ પગલાંથી બંને દેશોની વચ્ચે સંબંધો પ્રભાવિત થઈ શકે છે.

ચીને ન્યૂઝ એજન્સીના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો

વિશ્વભરના દેશોના આંતરિક મામલાઓનો ઉકેલ લાવીને ચીન સતત પોતાનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં રહે છે. પરંતુ જ્યારે અહીંના વીગર મુસ્લિમો પર થતાં અત્યાચારને લઇને જો કોઈ દેશ અવાજ ઉઠાવે છે તો ચીનને ખોટું લાગી જાય છે. મહત્વનું છે કે, બ્રિટનની એક સમાચાર એજન્સીએ જ્યારે વીગર મુસ્લિમોની સાથે થતાં અન્યાયની વાસ્તવિકતા આખી દુનિયા સમક્ષ મૂકી તો ચીને પોતાના દેશમાં આ ન્યૂઝ એજન્સીના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે જવાબમાં બ્રિટને પણ ચીનના સીસીટીવી પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ