Encounter Between Militants And Security Forces In Tral Of Pulwama
J&K /
ત્રાલમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, 3 આતંકીઓને માર્યા ઠાર
Team VTV04:16 PM, 12 Jan 20
| Updated: 04:17 PM, 12 Jan 20
જમ્મૂ કશ્મીરમાં આતંકીઓના મોટા ષડયંત્રનો સેનાના જવાનોએ પર્દાફાશ કર્યો છે. ચાર આતંકીઓએ સીમા પાર કરીને ભારતમાં ઘુસણખોરી કરી હતી. જેમાંથી જવાનોએ ત્રાલમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા. જ્યારે અન્ય 1 આતંકીની કુલગામમાંથી જવાનોએ ધરપકડ કરી છે.
જમ્મુ કશ્મીરમાં આતંકીઓનું મોટુ ષડયંત્ર નિષ્ફળ
કુલગામમાંથી 1 આતંકીની સેનાએ કરી ધરપકડ
ત્રાલમાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર
ચારેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના જ હોવાનું સામે આવ્યું. આ આતંકીઓ જમ્મૂ કશ્મીરના DSP દેવેન્દ્રસિંહ સાથે મળીને હુમલાનું ષડયંત્ર કરી રહ્યા હતા. ત્યારે હવે સેનાએ 3 આતંકીઓને ઠાર અને 1 આતંકીઓની સાથે DSPની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.
પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાને ગત મોડી રાતે યુદ્ધવિરામભંગ કર્યો હતો અને પૂંછ જિલ્લા નજીક નાના હથિયારો સાથે ગોળીબાર કરી અને મોર્ટાર ફેંક્યા હતા. જો કે, ત્યારે જ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
કોઇ જાનહાનીના અહેવાલ નહીં
તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાને માલ્ટી અને ખારી કરમારા સેક્ટરને નિશાન બનાવ્યું હતું.