બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / employee pension scheme update know here impact on employees pension

તમારા કામનું / પેન્શનર્સ માટે મોટા સમાચાર! હવે નહીં રહે 15000ની લિમિટ, જાણો EPS પર સૌથી મોટી અપડેટ વિશે

Arohi

Last Updated: 12:03 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારીઓના રિટાયરમેન્ટ પર પેન્શન નક્કી હોય છે પરંતુ તેમાં લિમિટ હોવા પર રિટાયરમેન્ટ બાદ પેન્શન ખૂબ વધારે નથી હોતી. માટે આ લિમિટને હટાવવાની માંગ કરવામાં આવી છે.

  • જાણો EPFO પર મોટી અપડેટ 
  • સરકાર લઈ શકે છે મોટો નિર્ણય 
  • પેન્શનની મર્યાદામાં થઈ શકે ફેરફાર 

રિટાયરમેવ્ટ ફંડ સંસ્થા EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બાજુ EPS હેઠળ રોકાણ પરના કેપને હટાવવાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થઈ રહી છે. આ કેસથી તમને શું અસર પડશે તે સમજીએ...

શું છે EPS મર્યાદાને હટાવવાનો મામલો? 
આ મામલા પર આગળ વધ્યા પહેલા એ સમજી લઈએ કે આખરે આ મામલો છે શું. હાલ મહત્તમ પેન્શન યોગ્ય વેતન 15,000 રૂપિયા પ્રતિ મહિના સુધી મર્યાદિત છે. મતલબ કે તમારી સેલેરી ગમે તેટલી હોય પરંતુ પેન્શનનું કેલ્ક્યુલેશન 15,000 રૂપિયા પર જ રહશે. આ લિમિટને હટાવવાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 12 ઓગસ્ટે ભારત સંઘ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની તરફથી દાખલ કરેલી  અરજીના એ બેચની સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓના પેન્શનને 15,000 રૂપિયા સુધી મર્યાદિત ન કરી શકાય. આ મામલાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. 

હાલ શું છે EPSને લઈને નિયમ? 
જ્યારે આપણે નોકરી કરવા લાગીએ છીએ અને EPFના સદસ્ય બની જઈએ છીએ તો તે સમયે આપણને EPSના પણ સદસ્ય બની જઈએ છીએ. કર્મચારી પોતાની સેલેરીના 12% EPFમાં આપે છે. આટલી જ ઓછી રકમ તેને કંપનીની તરફથી પણ મળી જાય છે. પરંતુ તેમાંથી એક ભાગ 8.33 ટકા EPSમાં આપવામાં આવે છે. જેવું કે અમે ઉપર જણાવ્યું કે હવે પેન્શન યોગ્ય વેતન વધુમાં વધુ 15 હજાર રૂપિયા જ છે. એટલે કે દર મહિને પેન્શનનો ભાગ વધુમાં વધુ 1250 રૂપિયા હોય છે. 

હવે કર્મચારી રિટાયર થાય છે ત્યારે પણ પેન્શનની ગણતરી માટે વધુમાં વધુ વેતન 15 હજાર રૂપિયા જ માનવામાં આવે છે. આ હિસાબથી એક કર્મચારી EPSના હેઠળ વધુમાં વધુ પેન્શન 7,500 રૂપિયા જ મળી શકે છે. 

આવી રીતે થાય છે પેન્શનનું કેલક્યુલેશમ
એક વાત જરૂર ધ્યાનમાં રાખો કે જો તમે EPSમાં યોગદાન 1 સપ્ટેમ્બર, 2014 પહેલા શરૂ કરી રહ્યા છો તો તમારા માટે પેન્શન યોગદાન માટે મંથલી સેલેરીની મહત્તમ મર્યાદા 6500 રૂપિયા હશે. 1 સપ્ટેમ્બર, 2014 બાદ જો તમે EPS સાથે જોડાવ છો તો વધુમાં વધુ સેલેરીની સીમા 15,000 થશે. હવે જોઈએ કે પેન્શનનું કેલ્યુલેશન થાય છે કઈ રીતે? 

EPS કેલ્યુલેશનનો ફોર્મુલા 
મંથલી પેન્શન =(પેન્શન યોગ્ય સેલેરી x EPS યોગદાનના વર્ષ)/ 70 અહીં માની લો કે કર્મચારીએ 1 સપ્ટેમ્બર, 2014 બાદ EPSમાં યોગદાન શરૂ કર્યું તો પેન્શન યોગદાન 15,000 રૂપિયા પર હશે. માની લો કે તેણે 30 વર્ષ સુધી નોકરી કરી છે. 

મંથલી પેન્શન =15,000X30/70 = 6428 રૂપિયા 

કેટલું મળી શકે પેન્શન? 
બીજી એક વાત એ છે કે કર્મચારીઓના 6 મહિના અથવા તેનાથી વધારેની સર્વિસને 1 વર્ષ માનવામાં આવશે. અને તેનાથી ઓછુ થયું તો તેની ગણતરી નહીં થાય. મતલબ કે જો કર્મચારીએ 14 વર્ષ 7 મહિનાથી ઓછુ કામ કર્યું છે તો તેને 15 વર્ષ વાર્ષિક મળશે. પરંતુ 15 વર્ષ 5 મહિના ઓછા કરવામાં આવે તો ફક્ત 14 વર્ષની જ સર્વિસ કાઉન્ટ થશે. EPS હેઠળ મિનિમમ પેન્શન રકમ 1000 રૂપિયા પ્રતિ મહિના હોય છે. વધુમાં વધુ પેન્શન 7500 રૂપિયા હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ