બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Emergency landing of flight at Ahmedabad airport after Jamnagar

નિર્ણય / જામનગર બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો સમગ્ર વિગત

Malay

Last Updated: 08:53 AM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. 30 હજાર ફૂટ ઊંચે યુવકને પેટમાં દુ:ખાવો ઉપડતા એર અરેબિયાની ફ્લાઈટ અમદાવાદ વાળવી પડી.

  • એર અરેબિયાની બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ
  • 30 હજાર ફૂટ ઊંચે ફ્લાઈટમાં યુવકને પેટમાં દુ:ખાવો ઉપડ્યો
  • મેડિકલ ઇમરજન્સીના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું લેન્ડિંગ

30 હજાર ફૂટ ઊંચે ઉડતી ફ્લાઇટને એક યુવકે ચીસા ચીસ કરીને ગજવી દીધી હતી. જેના કારણે એર અરેબિયાની બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદના એરપોર્ટ પર ઉતારવાની ફરજ પડી. વાસ્તવમાં ફ્લાઇટમાં સવાર એક યુવકને અચાનક પેટમાં દુખાવો ઉપડતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

બોડેલીના યુવકે વિદેશ જવાની લેપટોપમાં ટીકીટ બનાવીને પહોંચી ગયો એરપોર્ટ, પછી  થઇ જોવા જેવી | young man from Bodeli reached the airport after creating a  ticket

પેઈન હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
એર અરેબિયાની બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટે બુધવારે રાત્રે 12.05 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જે બાદ યુવકને   સિવિયર પેઈન હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફ્લાઈટ અમદાવાદથી રાતે 1 વાગ્યે રવાના થઈ હતી.

જામનગરમાં ફ્લાઈટનું કરાયું હતું ઇમરજન્સી લેન્ડિંગ
તાજેતરમાં જ જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી મળતા પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા છે. 

Goa flight emergency landing at Jamnagar airport

ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા એરપોર્ટ પર 
ફ્લાઈટમાં વિદેશી પેસેન્જરો સવાર હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ, 108 અને બૉમ્બ સ્કવોર્ડની ટીમ એરપોર્ટ ખાતે પહોંચી છે. આ ઘટનાને પગલે જામનગર એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad airport Emergency landing Flight ahmedabad jamnagar અમદાવાદ ઇમરજન્સી લેન્ડિંગ jamnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ