બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka temple closed from 17th January to 23rd January

દર્શન બંધ / કૃષ્ણ ભક્તો માટે માઠા સમાચારઃ આટલા દિવસ બંધ રહેશે દ્વારકા જગત મંદિર, તો વડતાલનો શાકોત્સવ પણ બંધ

Vishnu

Last Updated: 08:38 PM, 16 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી દ્વારકા જગત મંદિર બંધ, વડતાલ સ્વામીનારાયણ મંદિરે પણ શાકોત્સવ બંધ રાખી હરિભક્તોને કરી ખાસ અપીલ

  • દ્વારકા જગત મંદિર બંધ
  • 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી મંદિર બંધ
  • ઓનલાઇન દર્શન કરી શકાશે

વધતા કોરોના સંક્રમણને લઇને દ્વારકા જગત મંદિરને બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસને લીધો છે.17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે...આ દરમિયાન પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ પૂજા-આરતી કરશે.તથા જગત મંદિરની વેબસાઇટ પરથી ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. 

વડતાલ સ્વામીનારાયણ મંદિરે પણ કર્યો નિર્ણય

યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરે પણ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા મંદિર દ્વારા શાકોત્સવ ઉત્સવ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ દૂર આવનાર લોકોને પૂનમના દિવસે તેમજ સામાન્ય દિવસે પણ જ્યાં સુધી કોરોના સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી દર્શન કરવા ન આવવા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે તેમજ ત્યાંના સ્થાનિક ભક્તો માટે વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ હોય તો જ મંદિરના પટાંગણમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.  કોઠારી ડૉ. સંત વલ્લભદાસજી સ્વામીએ વધુમાં કહ્યું છે કે ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા ઊભી કરવામાં આવી છે તેનો ભક્તો લાભ લઈ શકે છે.

શક્તિપીઠ બહુચરાજી આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ

મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજી આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 22 જાન્યુઆરી સુધી મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાયો છે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય કયા કયા મંદિર બંધ?

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે રાજ્યના અનેક મોટા મંદિરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં એક બાદ એક મંદિરના સંચાલકોએ વધતા સંક્રમણને લઈ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.ગત રોજ અંબાજી ટ્રસ્ટે પોષી પૂનમના દરેક કાર્યક્રમો રદ કરી મંદિરને  15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે રાજ્યના બીજા ત્રણ મોટા મંદિરોએ પણ આ પ્રકારનો નિર્ણય લઈ પૂનમના રોજ મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેમાં ખેડબ્રહ્મા ખાતેના અંબિકા મંદિરને પણ 8 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.ખેડબ્રહ્માનુ મંદિર 23 જાન્યુઆરી બાદ ખોલવામાં આવશે.આ સીવાય ડાકોરના રણછોડરાયના મંદિર તથા શામળાજીનુ મંદિર પણ પોષી પૂનમ એટલે કે 17 જાન્યુઆરીએ બંધ રહેશે.પરંતુ ડાકોર અને શામળાજીનુ મંદિર 18 જાન્યુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ