બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka District Police launched a public app for the pilgrims Janmashtami 2023

નંદ ઘેર આનંદ ભયો.. / દ્વારકા પધારતા લાખો લોકો માટે મહત્વની એપ લોન્ચ, એક ક્લિકમાં મળશે સુવિધાઓ, દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર

Kishor

Last Updated: 04:30 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે ત્યારે દ્વારકા જિલ્લા પોલીસે એક એપ લોન્ચ કરી છે, જેમાં પાર્કિંગ, વને વે, જેવી તમામ માહિતી મેળવી શકાશે.

  • દ્વારકા જિલ્લા પોલીસે એપ લોન્ચ કરી
  • દ્વારકાના દર્શનાર્થીઓ માટે એપ થશે મદદરૂપ
  • જન્માષ્ટમીને લઈ એપ લોન્ચ કરી

જન્માષ્ટમી પર્વના આગમનને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા જગત મંદિરમાં કાન્હાના જન્મોત્સ્વની દર વર્ષની પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે હોય છે અને આ ઉજવણીમાં સહભાગી થવા માટે દેશ વિદેશના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી પડતા હોય છે. આથી દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ પર ખૂબ ભીડ જામતી હોય છે. યાત્રાધામ દ્વારકામાં રોજ હજારો ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. ત્યારે આગામી જન્માષ્ટમીએ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે. જેને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લા પોલીસે દર્શનાર્થીઓ માટે લોકઉપયોગી એક એપ લોન્ચ કરી છે. જેમાં મંદિરના દર્શન સમય પત્રકથી લઇ પાર્કિંગ, વને વે, જેવી તમામ માહિતી લોકો મેળવી શકાશે. આ ભક્તો માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થશે.

Dwarka District Police launched a public app for the pilgrims Janmashtami 2023

7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

દ્વારકાની શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો તથા જગતમંદિરને રોશનીનો આનેરો શણગાર કરાયો છે. દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે, 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન, 

જય દ્વારકાધીશ: જગતમંદિર દ્વારકાના દ્વાર આ તારીખ સુધી ભક્તો માટે કરાયા બંધ |  coronavirus in Gujarat dwarka mandir lockdown

આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ

  • સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક, 
  • 10 વાગે સ્નાન ભોગ, 10:30 શૃંગાર ભોગ
  • 11:00 વાગે શૃંગાર આરતી
  • 11:15 વાગ્યે ગ્વાલભોગ
  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
  • સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ
  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી
  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ
  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ
  • રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ