બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Dunlop cushioned barriers were installed on SG highway to avoid accidents in Ahmedabad

નવી પહેલ / SG હાઇવે પર તંત્રએ અકસ્માત અટકાવવા અપનાવ્યો નવતર અભિગમ, ડનલોપની ગાદી જોઈને વાહનચાલકો પણ ખુશ

Dinesh

Last Updated: 03:11 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદવાદમાં અકસ્માત ટાળવા નવો અભિગમ; સરખેજ-ગાંધીનગર હાઈવે પર ડનલોપની ગાદી વાળા અવરોધો લગાવવામાં આવ્યા

  • અમદાવાદમાં અકસ્માત ટાળવા નવો અભિગમ
  • બ્રિજ વચ્ચે મુકવામાં આવી ડનલોપની ગાદી
  • અકસ્માત ટાળવા માટે લગાવાયા અવરોધો


રાજ્યમાં સૌથી મોટા શહેર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેથી માર્ગ અકસ્માતના કિસ્સોઓ વધુ સામે આવતા હોય છે. જે બાબતને રોકવા માટે તંત્ર અનેક પગલા ભરતા હોય છે. ઓવર સ્પિડના કારણે સર્જાતા અકસ્માતને રોકવા માટે પોલીસે સ્પિડ કમેરાનો પ્રયોગ અપનાવ્યો હતો અને જેનાથી કેટલાક અંશે તો અકસ્માતમાં ઘટાડો થયો હતો પરતું અકસ્માતમાં થતી ઈજા અને અકસ્માત અટકાવવા ફરીથી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કર્યો છે. જે પ્રયોગથી લોકોમાં પણ ખુશી છે. હાઈવે પર તંત્ર દ્રારા ડનલોપની ગાદી વાળા અવરોધો લગાવવામાં આવ્યા છે


 
અકસ્માત ટાળવા નવો અભિગમ
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર પણ અકસ્માતો વધી રહ્યા છે. આ તમામની વચ્ચે અમદાવાદ પોલીસે હાઈવે પર સ્પીડ કેમેરા સાથે એક નવતર અભિગમ પણ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત હવેથી સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ બ્રિજ પર વચ્ચેના ભાગ પર અવરોધો લગાવવામાં આવ્યા છે. આ અવરોધો લગાવવાથી અકસ્માત સમયે બ્રિજ પર વધારે જાનહાનિ સર્જાશે નહીં. સાથો સાથ અકસ્માત સમયે શરીરના ભાગમાં ઈજા પણ ઓછી પહોંચે તે હેતુસર અવરોધો વચ્ચે ડનલોપની ગાદી પણ મુકવામાં આવશે.

નવા અભિગમથી લોકોમાં ખુશી
અમદાવાદમાં અકસ્માત ટાળવા તંત્રએ નવતર અભિગમ અપનાવ્યો છે. નવા બનેલા સરખેજ- ગાંધીનગર હાઈવે પર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેથી સરખેજ- ગાંધીનગર હાઈવે પર અકસ્માત અટકાવવા અવરોધો લગાવાયા છે. જ્યાં ડનલોપની ગાદી વાળા અવરોધો લગાવવામાં આવ્યા છે. જે નવતર અભિગમને વાહન ચાલકોએ આવકાર્યો છે. નવા અભિગમથી રોજ મુસાફરી કરતા વાહન ચાલકોમાં પણ ખુશી જોવા મળી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ