બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drizzle in Girnar, rain with heavy wind in Jetpur, India-Pak match and cloud of danger on Navratri

ચિંતીત / ગિરનારમાં ઝરમર તો જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ, ભારત-પાક મેચ અને નવરાત્રી પર ઘેરાયા સંકટના વાદળ, જાણો આગાહી

Vishal Khamar

Last Updated: 07:31 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીને હવે બે દિવસ બાકી છે ત્યાર સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો હવે ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે.

  • જૂનાગઢ ગીરનાર પર્વત ઉપર અચાનક વાતાવરણમાં પલટો 
  • વાતાવરણ માં પલટો આવતા  ધીમીધારે વરસાદ શરૂ 
  • નવરાત્રિના આગમન પૂર્વે ગિરનારને પવિત્ર કરવા મેઘરાજાનું આગમન

જૂનાગઢનાં ગીરનાર પર્વત ઉપર અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. નવરાત્રિ બે દિવસ પહેલા ગિરનારને પવિત્ર કરવા મેઘરાજાનું આગમન થયું હતું. 

બગસરા અને ફૂંકાવાવમાં ધોધમાર વરસાદ
અમરેલી જીલ્લાનાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવતો કંઈક અંશે લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમરેલીનાં બગરસા અને ફૂંકાવાવમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અત્યંત ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ ઠંકનો અનુભવ કર્યો હતો. હાલ મગફળીની સિઝન ચાલુ હોઈ ખેડૂતો નુકશાન થવાની ભીંતી સેવી રહ્યા છે.  બગસરા ગ્રામ્ય બાદ કુકાવાવમાં પણ વરસાદ પડ્યો હતો. 

ભારે બફારા વચ્ચે વરસાદથી ઠંડકનો અહેસાસ
જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ પર વરસાદી માહોલ છવાયો હતો. અમરનગર સહિતનાં વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા લોકોએ ભારે બફારા વચ્ચે વરસાદથી ઠંડકનો અહેસાસ કર્યો હતો. 

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 

નવરાત્રી દરમ્યાન કઈ બાજુ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્ર નગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ