બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Dr. Vallabh Kathiria the former minister of the central government got a big responsibility

નિમણૂંક / કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડૉ.વલ્લભ કથીરિયાને મળી મોટી જવાબદારી, જાણો કયો પદભાર સોંપાયો

Malay

Last Updated: 06:21 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ ડૉ.વલ્લભ કથીરિયાને રાજકોટ AIIMSના અધ્યક્ષ બનાવાયા, આજે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટરની હાજરીમાં સંભાળી શકે છે ચાર્જ.

  • પૂર્વ સાંસદ ડૉ.વલ્લભ કથીરિયાને મહત્વની જવાબદારી
  • ડો.વલ્લભ કથિરીયા રાજકોટ AIIMSના અધ્યક્ષ બનાવાયા
  • પૂર્વ કેન્દ્ર મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ છે ડો.વલ્લભ કથીરિયા

Rajkot News: કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ડૉ. વલ્લભ કથીરિયાને રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઈમ્સ હોસ્પિટલના અધ્યક્ષ બનાવાયા છે. તેઓને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આજે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટરની હાજરીમાં ચાર્જ સંભાળી શકે છે. આપને જણાવી દઈએ કે, ડૉ વલ્લભ કથીરિયા ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓને 2019માં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન બનાવાયા હતા. 

કોણ છે ડૉ વલ્લભ કથીરિયા?
ડૉ.વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ ગુજરાતના રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભ કથીરિયાને ગુજરાતના 'ગૌ સેવા આયોગ'ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

રાજકોટ એઈમ્સની કામગીરી પૂર્ણતાને આરે
ગુજરાતની એકમાત્ર એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં સ્થાપિત છે. રાજકોટ એઇમ્સ ખાતે ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્વારા ગત જાન્યુઆરી માસથી ઓપીડીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેનો લાભ અનેક લોકો લઇ રહ્યા છે. અનેક દર્દીઓ ઓપીડી તથા ટેલીઓપીડીનો લાભ લઇ રહ્યા છે. ટૂંક સમયમાં હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની શરૂઆત કરાશે. સપ્ટેમ્બર માસના અંતમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ લીધી હતી મુલાકાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મનસુખ માંડવિયાએ આ કામગીરીને લઇને સમીક્ષા કરી હતી અને એઇમ્સનું કામ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ટકોર બાદ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે અને ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થશે.

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે ખૂબ જ આર્શિવાદરૂપ સાબિત થશે
આ હોસ્પિટલમાં જનરલ સર્જરી, સગર્ભા મહિલાઓની પ્રસુતિની સુવિધા ઉપલબ્ધ કરાશે. સાથે જ ઓર્થોપેડિક ઓપરેશન, હૃદય રોગના દર્દીની સારવાર સહિતની સુવિધા અપાશે. હોસ્પિટલ શરૂ થવાથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકોને લાભ મળશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ