બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Don't ask strangers at the wedding, are you a janaiya or a mandviya? It could be the police; Know the reason

રુઆબથી / લગ્નમાં આવેલા અજાણ્યા મહેમાનને પૂછશો નહિ,જાનૈયા છો કે માંડવીયા ? એ પોલીસ હોય શકે છે; જાણો કારણ

Mehul

Last Updated: 06:39 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લગ્ન સમારોહમાં માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ 'મહેમાન'બનીને આવશે મહેમાન લગ્નના ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં જોવા મળશે. અને તરકીબથી ચોરી કરનારાને ઓળખી ચોરી અટકાવશે.

  • લગ્ન સમારોહમાં 'હાથ કી સફાઈ'અટકાવશે પોલીસ 
  • જાનૈયા-માંડવીયા માટે મોટા રાહતના સમાચાર 
  • ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં પોલીસ બનશે 'મહેમાન' 

અમદાવાદમાં લગ્નગાળો પૂર બહારમાં છે ત્યારે,વણનોતર્યા મહેમાનો નજર ચૂકવીને 'હાથ કી સફાઈ' કરી જતા હોય છે. લગ્નના જાનૈયા-માંડવીયાને જ્યાં લગ્નનો થાક ઉતારે ત્યારે ખબર પડે કે, કોઈ કળાયેલ મોરલો'ગજબ કળા' કરી ગયો છે. લગ્ન સમારોહમાં માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ 'મહેમાન'બનીને આવશે.કોઈ પણ લગ્નસ્થળે, આ મહેમાન લગ્નના ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં જોવા મળશે. અને તરકીબથી ચોરી કરનારાને ઓળખી જઈને, ચોરી થતી તો અટકાવશે પણ લગ્નમાં કોઈ ચોક્કસ ગેન્ગના સદસ્યો હશે તો પોલીસ તેને પણ ઝડપી પાડશે.

માત્ર લગ્નના દિવસે જ રહેશે ઉપસ્થિત   

લગ્ન પ્રસંગોમાં વધતી ચોરી અને ગુનાઓને ડામવા માટે પોલીસ મહેમાન બનીને લગ્નોમાં થતી ચોરીઓને અટકાવશે.આજકાલ પુષ્કળ પ્રમાણમાં આ વર્ષે લગનની સીઝન જામી છે. ત્યારે ચોરોની ટોળકીઓ પણ સક્રિય થઈને લોકોના પ્રસંગમાં ધાડ પાડતા હોય છે. ત્યારે આવી ટોળકીઓને પકડી પાડવા માટે અમદાવાદ પોલીસે  એક્શન પ્લાન બનાવ્યો છે. પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ,વાડી કે મેરેજ હોલમાં લગ્નની માહિતી મેળવી છે...લગ્નના દિવસે મહેમાન બનીને પોલીસ હાજર રહેશે. અને કિંમતી વસ્તુઓનું રક્ષણ કરશે સાથે લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ટોળકીને પણ પકડશે. આ ઉપરાંત પોલીસ લગ્ન સમયે અને આસપાસ થતી ચોરી અંગે જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ