જૂના જમાનાથી કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી રાખીને પીવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ કેટલીક વસ્તુઓ તાંબાના વાસણમાં રહે તો ઝેર થઇ જાય છે.
તાંબાના વાસણમાં ન પીવો આ પ્રવાહી
પૌરાણિક જમાનાથી તાંબુ વાપરવામાં આવે છે
આ 4 ડ્રિંક ક્યારેય તાંબાના વાસણમાં ન પીતા
ભારતમાં વર્ષોથી પરંપરા છે કે તાંબાના વાસણમાં પાણી રાખીને સવારે ખાલી પેટે તેને પીવામાં આવે છે. વૈજ્ઞાનિકેઓ પણ તાંબાના વાસણમાં પાણી પીવાને ફાયદાકારક માન્યુ છે પરંતુ કેટલીક વસ્તુઓને તાંબાના વાસણમાં પીવાની ટાળવી જોઇએ.
દૂધ
તાંબાના વાસણમાં ભૂલથી પણ દૂધ ન પીવું જોઇએ કારણકે તાંબામાં રહેલું દૂધ ઝેરી થઇ જાય છે અને તેનાથી તમને ફૂડ પોઇઝનીંગ થઇ શકે છે.
છાશ
સામાન્ય રીતે છાશ હેલ્થ માટે ફાયદાકારક હોય છે પરંતુ જો તમે તાંબાના વાસણમાં છાશ રાખીને પીશો તો તમારી હેલ્થ ખરાબ થતાં વાર નહી લાગે. છાશમાં એવા ગુણધર્મો હોય છે જે શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
ખાટા જ્યુસ
ખાટા ફળોનો જ્યુસ અથવા અથાણુ વગેરે તાંબાના વાસણમાં ન રાખવું જોઇએ. તે તમારી હેલ્થ પર ખરાબ અસર નાંખે છે અને રિએક્ટ પણ કરે છે. આવું કરવાથી ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે.
લેમન વોટર
લેમન વોટર પીવું આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે તાંબાના ગ્લાસમાં લેમન વોટર પીવાથી શરીરને નુકસાન સિવાય કંઇ નહી થઇ શકે. ગેસ, પેટમાં દુઃખાવો, ઉલ્ટી જેવી સમસ્યા થઇ શકે છે.