બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / do follow these 3 steps before driving your car

તમારા કામનું / કાર સ્ટાર્ટ કરતા પહેલા આ ૩ સ્ટેપ ફોલોવ કરો, અકસ્માત અને ચલણ બંનેથી બચી જશો

MayurN

Last Updated: 04:31 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ તમે કારથી કોઈ યાત્રા પર જાવ તો નીચે જણાવેલા સ્ટેપ ફોલો કરો. આનાથી તમારા માટે વાહન ચલાવવું સરળ બનશે

  • કાર શરુ કરતા પહેલા સીટ એડજસ્ટ કરો
  • ચલણથી બચવા માટે ડોક્યુમેન્ટ સાથે રાખો
  • કારના મિરરને હંમેશાં બરોબર સેટ કરો 

કાર ચલાવતા એક જ દિવસમાં શીખી નથી શકાતું. તેને હંમેશાં પ્રેકટીસ કરતુ રહેવું પડે છે. ઘણા લોકો થોડા જ સમયમાં શીખી લે છે, ત્યારે ઘણા લોકોને ડર લાગતો હોય છે તેને વધુ સમય શીખવામાં લગાડવો પડે છે. કાર ડ્રાઇવિંગ કેટલાક લોકો માટે મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. જોકે કેટલીક ટિપ્સ દ્વારા તેને સરળ બનાવી શકાય છે. જ્યારે પણ તમે કારથી કોઈ યાત્રા પર જાવ તો નીચે જણાવેલા 3 સ્ટેપ ફોલો કરો. આનાથી તમારા માટે વાહન ચલાવવું સરળ બનશે, એટલું જ નહીં, તમે ચલણથી પણ બચી શકશો. આવો જાણીએ કયા છે તે 3 સ્ટેપ્સ

ડ્રાઈવિંગની યોગ્ય પોઝિશન સેટ કરો
કારમાં બેઠા બાદ ડ્રાઈવિંગની યોગ્ય પોઝિશન સેટ કરી લો. આ માટે તમે ડ્રાઇવિંગ સીટને આગળ-પાછળ કરી શકો છો. સીટ વધુ પડતી પાછળ કે આગળ પણ ના હોવી જોઈએ. બેક સાઈડને પણ તમે સાચા એન્ગલમાં કરી શકો છો. મોટાભાગના વાહનોમાં સીટની ઊંચાઈ પણ એડજસ્ટ કરી શકાય છે. ઉપરાંત, તમે તમારા પોતાના અનુસાર સ્ટીયરિંગ સેટ કરી શકો છો. ડ્રાઇવિંગ પોઝિશન એવી હોવી જોઈએ કે તમને રસ્તા અને કાર આગળના ભાગનો સાચો ખ્યાલ આવે.

મિરરને સેટ કરો
ડ્રાઈવિંગ પોઝિશન સેટ કર્યા બાદ હવે મિરર સેટ કરવાનો સમય આવી ગયો છે. બહારનાં બંને મિરરને ઓઆરવીએમ (ORVMs) અને અંદરના મિરરને આઇઆરવીએમ (IRVMs) કહે છે. આ ત્રણ મિરર્સ દ્વારા તમે પાછળ આવતા વાહન પર નજર રાખી શકો છો. તેમને યોગ્ય સ્થિતિમાં ગોઠવો.

જરૂરી દસ્તાવેજો સાથે રાખો
જો તમે ચલણથી બચવા માંગતા હો, તો જરૂરી દસ્તાવેજો રાખો. દસ્તાવેજો વિના વાહન ચલાવવું તમને મોંઘું પડી શકે છે. કાયદા મુજબ 4 જરૂરી દસ્તાવેજો છે જે તમારે કાર ચલાવતા પહેલા સાથે રાખવા પડશે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પ્રદૂષણ નિયંત્રણ દસ્તાવેજ અને વાહનની વીમા પોલિસીનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ