બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Dissatisfaction in Rajkot city BJP, Kavita circulated in WhatsApp group

વિવાદ / રાજકોટ શહેર ભાજપમાં કવિતારૂપે પ્રગટ થયો અસંતોષનો બળાપો, જી હજુરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાયાના ઉલ્લેખથી ગરમાવો

Malay

Last Updated: 11:58 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલ, શહેર ભાજપ પ્રમુખે કહ્યું કોઈ કાર્યકરની લાગણી દુભાણી હશે તો આવનારા દિવસોમાં નોંધ લેવાશે.

  • રાજકોટ શહેર ભાજપમાં અસંતોષ
  • સોશિયલ મીડિયા ગ્રુપમાં ફરતી થઈ કવિતા 
  • વાયરલ કવિતાથી શહેરનું રાજકારણ ગરમાયું

Rajkot News: રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે કવિતા કાંડ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કવિતા ફરતી થઈ છે. જે કવિતામાં મુખર્જી અને દીનદયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કવિતાથી શહેરનું રાજકારણ ગરમાયું છે. 

સગાવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો કવિતામાં ઉલ્લેખ
રાજકોટ શહેર ભાજપમાં અસંતોષનો બળાપો કવિતારૂપે પ્રગટ થયો છે. કવિતામાં જી હજુરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ થયા બાદ જે શિક્ષણ સમિતિમાંથી બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા, તે શિક્ષણ સમિતિના સભ્યનો પણ વાયરલ કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિતામાં કહેવામાં આવ્યું છે કે, સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા. સાથે જ મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ વ્યક્ત કવિતારૂપે કરવામાં આવી છે. 

મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છેઃ મુકેશ દોશી
આ કવિતા મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે, કદાચ કોઈ કાર્યકરની ક્યાંકને ક્યાંક લાગણી દુભાઈ હશે. ભારતીય જનતા પાર્ટીનું ફલક બહુ મોટા પ્રમાણમાં છે, આખા  દેશમાં પ્રસરાયેલી આ ભારતીય જનતા પાર્ટી છે, હજારો-લાખો કાર્યકર્તા છે. આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય એ સ્વાભાવિક છે. પરંતુ સાચા કાર્યકર-સારા કાર્યકરની લાગણીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ નોંધ લેતી હોય છે. 

મુકેશ દોશી (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ)

'કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે'
મુકેશ દોશીએ કહ્યું કે, છતાં કોઈ કાર્યકરની લાગણી દુભાણી હશે તો આવનારા દિવસોમાં નોંધ લેવામાં આવશે. તમામ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે. આટલી મોટી પાર્ટીમાં આ કવિતા કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી.

કવિની કવિતાથી શહેરના રાજકારણમાં ગરમાવો 
કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો
જ્યારે મહાદેવને પગે લાગતા..
આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.
જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..
જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..
જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય કે.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 
જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..
સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ