પોલીસને લગતી બાબતોને લઈ ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી કાઢી કહ્યું કે કોર્ટના આદેશ છતાં જવાબ રજૂ કેમ ન કરાયો? વધુમાં ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે જવાબ આપવા જણાવ્યું છે.
પોલીસને લગતી બાબતોને લઈ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવેલી સુઓમોટો અરજીની સુનાવણી
હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશ છતાં પણ શા માટે જવાબ રજૂ નથી કરાયો : હાઇકોર્ટ
પોલીસને લગતી બાબતો અંગે ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સુઓમોટો અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જવાબ રજૂ ન કરાતા હાઇકોર્ટ નારાજ થઈ હતી. હાઈકોર્ટની ડિવિઝન બેંચના આદેશ બાદ પણ જવાબ રજૂ કેમ ન કરાયો ? તેવો સવાલ હાઈકોર્ટએ કર્યો છે. વધુમાં આદેશ કરતા કહ્યું કે ડિવિઝન બેંચના આદેશને હળવાશથી ન લો! પોલીસ કમિશન, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે જવાબ આપવા હાઈકોર્ટ ટકોર કરી છે.
વિગતવાર સુનાવણી પણ હાથ ધરાઈ
કોર્ટે પોલીસ વિભાગમાં હાલ ખાલી જગ્યાઓ મામલે સોગંદનામું કરવા નિર્દેશ આપ્યા હતા. બાદમાં પોલીસના કામના કલાકો, ભરતી સહિતના મુદ્દાઓ પર હાઈકોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવી છે. રાજ્ય સરકારે 2017માં 28, 580 જગ્યા ખાલી હોવાની રજૂઆત કરી હતી. આ મામલે બપોરે 2.30 વાગે વિગતવાર સુનાવણી પણ હાથ ધરાઈ હતી.
જવાબ આપવાની તસ્દી ન લેવાતા હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું
મહત્વનું છે કે 2017 માં ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અને વિભાગની મુશ્કેલીઓ મામલે કોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન પણ સરકાર દ્વારા જવાબો રજુ કરાયા ન હતા. ફેબૃઆરી અને માર્ચ મહીનામાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સરકારને એફિડેવીટ ઉપર હાલ ગુજરાતમાં કેટલી જગ્યા ખાલી છે. તે મામલે વિગત આપવાનો આદેશ કર્યો હતો. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી જવાબ આપવાની તસ્દી ન લેવાતા હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.