બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Direct tax kitty swells 30% in a sign of recovery

શુભ સંકેત / ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બંપર ઉછાળો, કેન્દ્ર સરકારને થઈ 8.36 લાખ કરોડની આવક

Hiralal

Last Updated: 08:42 AM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022-23ના વર્ષમાં સરકારને 8.36 લાખ કરોડની ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની આવક થઈ છે જે ગત વર્ષ કરતા 30 ટકા વધારે છે.

  • 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બંપર ઉછાળો
  • 7 સપ્ટેમ્બર સુધીમાં 8.36 લાખ કરોડ રૂપિયા થયું
  • ગત વર્ષની તુલનામાં 30 ટકા વધારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન

કોર્પોરેટ જગત અને વ્યક્તિગત કરદાતાઓએ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી ખજાનો છલકાવી દીધો છે. 
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.36 લાખ કરોડ રૂપિયા થયું છે. મંત્રાલયે કહ્યું કે 2022-23 માટે અત્યાર સુધીનું કુલ કલેક્શન (રિફંડ માટે એડજસ્ટ કરતા પહેલા) 8,36,225 કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 6,42,287 કરોડ રૂપિયાની તુલનામાં 30 ટકા વધારે છે.

4.36 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ અને 3.98 લાખ કરોડ રૂપિયા પર્સનલ ટેક્સ 
નાણાં મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 8.36 લાખ કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શનમાંથી 4.36 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને 3.98 લાખ કરોડ રૂપિયા પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી)માંથી આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધીમાં પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત રૂ.7.01 લાખ કરોડ રહી હતી , જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 23 ટકાનો વધારો દર્શાવે છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા બાદ નેટ ટેક્સ કલેક્શન 23 ટકા વધીને 7,00,669 કરોડ રૂપિયા થયું છે. નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 2022-23માં 17 સપ્ટેમ્બર સુધીમાં કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન 2.95 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 17 ટકા વધારે છે.

1.35 લાખ કરોડનું રિફંડ 
17 સપ્ટેમ્બર સુધીમાં 1.35 લાખ કરોડનું રિફંડ જારી કરવામાં આવ્યું છે જે ગયા વર્ષની સરખામણીએ 83 ટકા વધારે છે. શનિવાર સુધી આવકવેરા રિટર્ન (આઇટીઆર) પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં આશરે 93 ટકા યોગ્ય રીતે ચકાસાયેલા આઇટીઆર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિફંડ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે 2022-23 માં જારી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાનો વધારો થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ