ઉત્તરાખંડ પહોંચેલા શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, જો તમે કાયદાનું પાલન કરશો તો.......
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા
ઉત્તરાખંડ પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો
કાયદાનું પાલન કરશો તો તમને ફાયદામાં રહેશો: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર તેમના એક વિડીયોને લઈ ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લેઆમ હિન્દુઓના ધર્માંતરણનો વિરોધ કરે છે. આ માટે તે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવી ગયા છે. જેથી હવે તેઓએ ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન ઉત્તરાખંડ પહોંચેલા શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, જો તમે કાયદાનું પાલન કરશો તો તમને ફાયદામાં રહેશો.
ફાઇલ તસવીર
બાગેશ્વર ધામના બાબાનું વલણ કઠોર બની રહ્યું છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની સામે કાર્યવાહીની માંગ કરતાં લોકોને સલાહ આપતા ઉત્તરાખંડથી એક વિડીયો જાહેર કર્યો છે. આ વીડિયોમઅ તેમણે કહ્યું કે, જો તમે કાયદાનું પાલન કરશો તો તમને ફાયદામાં રહેશો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, તેઓ ત્રણ દિવસ ઉત્તરાખંડમાં રહેશે. તેમનો દરબાર 2 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં છે. તેઓ આ દરબાર માટે સંતો-મુનિઓને આમંત્રણ આપવા ઉત્તરાખંડ પહોંચ્યા છે.
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 27, 2023
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉત્તરાખંડના મહિમાના વખાણ કર્યા અને તેને દેવતાઓની ભૂમિ ગણાવી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ એ જ ઉત્તરાખંડ છે, જ્યાં કુદરતનો પ્રકોપ જોશીમઠમાં સેંકડો ઘરોમાં તિરાડો પાડી રહ્યો છે. જમીન ડૂબી રહી છે. લોકો ઘર છોડી ગયા છે. જણાવી દઈએ કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાબાને જોશીમઠમાં ચમત્કાર બતાવવાનો પડકાર ફેંક્યો હતો. જોકે ઉત્તરાખંડથી વિડિયો જાહેર કરનાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જોશીમઠનો ઉલ્લેખ કર્યો ન હતો.
ફાઇલ તસવીર
કયો કાયદો અને કેવી રીતે ફાયદાકારક?
સનાતન ધર્મના ધ્વજને લહેરાવવાની સાથે બાબાએ કાયદા વિશે પણ જણાવ્યું. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કયો કાયદો અને કેવી રીતે અને કોને ફાયદો થશે તેનો જવાબ આપ્યો ન હતો. જોકે અનેક ચર્ચા મુજબ કાયદાની વાત નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના લોકો માટે કહેવાય છે, જેમની ફરિયાદ પર પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્લીનચીટ આપી છે અથવા તો ધર્માંતરણ માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માગણી કરનારા મુસ્લિમ ધર્મગુરુઓ માટે. પણ હવે સાચે તેમણે આ વાત કોની માટે કરી તે તો તેમણે જ ખબર.
ફાઇલ તસવીર
મુસ્લિમ ધર્મગુરુએ કરી હતી કાર્યવાહીની માંગ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતમાં નફરત ફેલાવી રહ્યા છે. તે પોતાના ખુલ્લા કાર્યક્રમોમાં ઈસ્લામ ધર્મને નબળો પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ અત્યાર સુધીમાં 328 સ્ત્રી-પુરુષોનું ધર્માંતરણ કર્યું છે. તેણે પોતે કહ્યું કે, અમે ઘણા ટોપી પહેરલે લોકોનો ધર્મ પણ બદલીશું. આ રીતે તેમના ઘણા ભાષણો છે જેમાં તેઓ ધર્મ પરિવર્તનની વાત કરે છે.