Delhi police conducting raids in several part of country
તપાસ /
ખેડૂતોના ચક્કજામની વચ્ચે 26 જાન્યુઆરીની હિંસા મામલે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
Team VTV03:14 PM, 06 Feb 21
| Updated: 03:26 PM, 06 Feb 21
26 જાન્યુઆરીએ થયેલી હિંસાને લઇને દિલ્હી પોલીસ એકશનમોડમાં જોવા મળી. દેશભરના ખેડૂતોના ચક્કાજામની વચ્ચે પંજાબ સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડ્યાં.
દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોના ટ્રેકટર રેલી દરમિયાન હિંસાની તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં દેશભરમાં ખેડૂતોના ચક્કાજામ વચ્ચે દિલ્હી પોલીસે શનિવારના રોજ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના કેટલાંક સ્થળો પર દરોડા પાડ્યાં.
દિલ્હી પોલીસના આ દરોડા એવા સમયે થયા છે કે જ્યારે 26 જાન્યુઆરીના દિવસે લાલકિલ્લા પર થયેલી હિંસાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાલકિલ્લા પર પહોંચેલા પ્રદર્શનકારી દરવાજા તોડવાની વાત કરી રહ્યાં છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવી માર-ફાડની વાત કરી રહ્યાં છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ આ મામલે હાલ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાંચને નેશનલ ફોરેસિંક નિષ્ણાંતો દ્વારા કેટલાંક ફોટા મળ્યાં છે. આ ફોટાથી ખબર પડે છે કે કેવી રીતે નકાબપોશ લોકોએ હુમલો કર્યો હતો. ફોટામાં નકાબપોશ હુમલાખોરે પોલીસ પર હુમલો કરવાની તૈયારી કરતા જોવા મળી રહ્યાં છે.
જેમાં કેટલાંક નકાબપોશ ઉપદ્રવીઓએ હિંસાના સમયે પોલીસકર્મીઓ પર હુમલો કરતા જોવા મળ્યા. હાલમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ આ બધાની શોધ કરી રહી છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂત બે મહીના થી વધારે સમયથી દિલ્હી સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે. દિલ્હીમાં સિંધુ, ટિકરી અને ગાજીપુર સરહદ પર કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ દિલ્હીમાં પોતાની માગણીઓના સમર્થનમાં ટ્રેકટર રેલી નિકાળી હતી જેમાં તોફાન થયું હતું.
ટ્રેકટર રેલી દરમિયાન પ્રદર્શનકારીઓની એક જૂટ લાલકિલ્લે પહોંચી ગયા અને ત્યાં પોતાના ઝંડો લહેરાવ્યો જ્યાં 15 ઓગસ્ટના રોજ ત્રિરંગો લહેરાવામાં આવે છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ જોવા મળી. દિલ્હીના ITO પર પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં 80થી વધારે પોલીસકર્મી ઘાયલ થઇ ગયા હતા.