બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Delhi girl can't ride her new scooty because the number plate has SEX

ફેન્સી નંબરપ્લેટ / છોકરીને મળી 'SEX' સીરિઝવાળી સ્કૂટી, લોકો શંકાશીલ બનતા શરમાળ છોકરીએ જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 03:59 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં RTO દ્વારા એક ટૂ વ્હીલરનો એવો નંબર જારી કરાયો છે જેને લઈને પરિવાર ખૂબ પરેશાન બન્યો છે.

  • રાજધાની દિલ્હીમાં RTO ફાળવી  'SEX' સીરિઝવાળી નંબર પ્લેટ
  • છોકરીનો પરિવાર પરેશાન, લોકો વિચિત્ર નજરે જોવા લાગ્યા
  • નંબર પ્લેટ બદલાશે કે નહીં?

દક્ષિણ દિલ્હી આરટીઓ દ્વારા વાહનોના DL3C અને  DL3CS શ્રેણી નંબર જારી કરવામાં આવે છે. આ જ ક્રમમાં ગયા મહિને 3 SEX સિરિઝના નવા નંબર DL ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ જ શ્રેણી વાહન ખરીદદારો માટે મોટી મૂંઝવણ બની છે. કારણ કે આ શ્રેણી હેઠળ આપવામાં આવતા મૂળાક્ષરો જટિલ છે. 3 'સેક્સ' ડીએલ શ્રેણીના અંતિમ છે.... (સેક્સ) શબ્દોની જેમ બની રહ્યા છે.

સ્કૂટીના નંબર બાદ પરિવાર મોટી મૂંઝવણમાં 

આ મામલે જ્યારે દિલ્હી આરટીઓના એક અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લગભગ 10,000 ગાડીઓને આ શ્રેણીના નંબર ફાળવવામાં આવ્યા છે. પરંતુ એક છોકરીની સ્કૂટીના નંબર પર વાંધો ઉઠાવાઈ રહ્યો છે. 

છોકરીએ સ્કૂટી મૂકી દેવી પડી

આરટીઓ તરફથી સેક્સ સીરિઝવાળી નંબર પ્લેટ મળ્યા બાદ છોકરી તો મોટી મૂંઝવણમાં આવી ગઈ હતી અને તેને ખબર ન પડી કે હવે શું કરવું. નંબર પ્લેટ પર સેક્સ લખેલી સ્કૂટી લઈને જવામાં તેને ખૂબ શરમ આવી અને આખરે તેને નવીનક્કોર સ્કૂટી મૂકી દેવી પડી અને આરટીઓમાં નંબર પ્લેટ બદલવા અરજી કરી. 

છોકરીનો પરિવાર સ્કૂટીનો નંબર બદલવા માગે છે 
હવે છોકરીનો પરિવાર તેમનો સ્કૂટી નંબર બદલવા માંગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું તે શક્ય છે? દિલ્હી પરિવહન કમિશનર કે.કે.દહિયાએ જણાવ્યું કે 'એકવાર વાહનનો નંબર ફાળવી દેવાય છે તે પછી તેને બદલવો ખૂબ  મુશ્કેલ હોય છે કારણ કે તેની એક આખી પ્રોસેસ હોય છે. નામ ન આપવાની શરતે દક્ષિણ દિલ્હીના આરટીઓ અધિકારીએ કહ્યું કે  આ પ્રકારનો આ પહેલો કેસ છે. હવે જે નિયમ છે તે મુજબ સંખ્યા બદલાતી નથી. પરંતુ જો કોઈ તેમના વાહન નંબર, ખાસ કરીને છોકરીના સ્કૂટીના નંબરને કારણે તકલીફ હોય તો સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત લાવવામાં આવશે અને તેનો ઉકેલ લાવવામાં આવશે. 

આવી મૂંઝવણભરી નંબર પ્લેટ બહાર પાડતા પહેલા તંત્રે વિચારવાની જરુર હતી 

આરટીઓ અધિકારીએ કહ્યું કે જે શ્રેણી પર વિવાદ થઈ રહ્યો છે તે ગયા મહિને જ બહાર પાડવામાં આવી છે. પરંતુ હવે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેની તપાસ કરવામાં આવશે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આરટીઓના કોઈ અધિકારી કે કર્મચારીએ આ શ્રેણી બહાર પાડવામાં આવે તે પહેલાં તેની નોંધ કેમ લીધી કેમ નહીં. નોંધપાત્ર બાબત એ છે કે, આ કેસને ધ્યાનમાં રાખીને કહી શકાય કે પરિવહન વિભાગે પણ નંબર ફાળવતા પહેલા આવા કેસોની તપાસ કરવી જોઈએ જેથી કોઈને ખલેલ ન પહોંચે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ