નીરજ ચોપરાએ જ્યારથી ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારથી ચારે તરફ તેની વાત થઇ રહી છે. હાલમાં જ તેના ડાન્સનો એક વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે.
નીરજ ચોપરાનો વીડિયો વાયરલ
ડાન્સ પ્લસના સેટ પર આવશે નીરજ
દિલ ખોલીને ડાન્સ કરતો જોવા મળ્યો નીરજ
KBCમાં જોવા મળ્યો નીરજ ચોપરા
ગયા અઠવાડીયે કૌન બનેગા કરોડપતિમાં નીરજ ચોપરા જોવા મળ્યો હતો. ત્યારે તેણે પોતાની ફીટનેસ દર્શકોને બતાવી હતી. હવે તે એક ડાન્સ રિયાલીટી શોમાં દેખાશે. તેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ ડાન્સ વીડિયોમાં કોરિયોગ્રાફર રાઘવ જુયાલ સાથે નીરજ ઠુમકા લગાવી રહ્યો છે. શોના જજ રેમો ડિસુઝાએ નીરજ સાથે એક વીડિયો પોસ્ટ કરતા એક ઇમોશનલ વાત લખી છે. તેણે લખ્યું કે, ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા તારા પર અમને ખુબ ગર્વ છે. અમારી વચ્ચે તું રહ્યો અમને સારું લાગ્યું.
રાઘવનું તોડ્યું દિલ
શૂટિંગ દરમિયાન નિરજે કંઇક એવું કર્યું કે હોસ્ટ રાઘવ જુયાલનું દિલ તૂટી ગયું હતું. નીરજ ચોપરાએ ડાન્સ પ્લસની કેપ્ટન શક્તિ મોહનને પ્રપોઝ કરી દીધું જેનાથી રાઘવ જુયાલનું દિલ ટુકડે ટુકડા થઇ ગયું હતું. રાઘવ અને શક્તિ એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળે છે. તેમની બોન્ડિંગ અને કેમેસ્ટ્રીને ખુબ પસંદ કરવામાં આવે છે.
મેકર્સે ડાન્સ પ્લસ 6નો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં નિરજ ચોપરા શક્તિ મોહનને પ્રપોઝ કરતો જોવા મળે છે. શેર કરવામાં આવેલા આ વીડિયોમાં શક્તિ નીરજને કહે છે કે નીરજ એકવાર સ્ટેજ પર આવીને બતાક કે કેવી રીતે કરવામાં આવે છે પ્રપોઝ. આ સાંભળીને રાઘવ શોક થઇ જાય છે.
જે બાદ નીરજ સ્ટેજ પર પહોંચીને સામે ઉભેલી શક્તિને કહે છે, મારી લાઇફમાં સૌથી જરૂરી જેવલિન છે. બાકી મને રસોઇ આવડતી નથી અને ના હું સમય આપી શકું તેમ છું. આ સાંભળીને રાઘવ નીરજને કહે છે કે તમે ખોટી જગ્યાએ જેવલિન ફેંકી છે. આ સાંભળીને નીરજ સહિતના લોકો હસવા લાગે છે.