જાણો ક્યા છે એવા 3 નેચરલ હેર માસ્ક જેનાં ઉપયોગથી ડેમેજ વાળને ફરી સુંદર બનાવી શકાય છે.
હેર ડેમેજની સમસ્યા આજકાલ સામાન્ય સમસ્યા છે
કેમિકલવાળા પ્રોડક્ટ્સને કારણે વાળ ડેમેજ થાય છે
નેચરલ હેર માસ્ક વડે ડેમેજ વાળને ફરી સુંદર બનાવી શકાય છે
વાળની સુંદરતા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનાં વધારે ઉપયોગથી વાળ ડેમેજ થઇ જાય છે. જો હોળી રમ્યા બાદ વાળ નબળા થઇ ગયા છે, તો આ સમાચાર તમારા માટે જ છે. વાળને ફરી મુલાયમ બનાવવા માટે તમે અમુક હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
ડેમેજ વાળ માટે યૂઝ કરો આ 3 હેર માસ્ક
આ 3 હેર માસ્કને વાળ પર લગાવવાથી વાળની ગુમાવેલી ચમક પાછી મળી શકે છે. સાથે જ હેર ડેમેજથી પણ બચી શકાય છે. આ માસ્કનાં ઉપયોગથી રાતોરાત વાળ સિલ્કી બને છે.
1. એલોવેરા હેર માસ્ક
સૌથી પહેલા એક વાટકામાં 2 મોટી ચમચી એલોવેરા જેલ લો.
હવે તેમાં 1 નાની ચમચી તજ લો.
ત્યાર બાદ તેને મિક્સ કરી લો.
આ મિશ્રણને વાળ પર લગાવો.
લગભગ 20થી 30 મિનિટ બાદ પોતાના વાળને સાદા પાણીથી ધોઈ લો.
આમ કરવાથી તમારા વાળ હાઈડ્રેટ થશે, સાથે જ વાળની શાઈન પણ પાછી મળી શકે છે.
2. નારિયળ તેલ અને મધનું હેર માસ્ક
એક વાટકામાં 2 મોટી ચમચી નારિયળ તેલ લો.
હવે તેમાં 2 ચમચી મધ લઈને મિક્સ કરી લો.
ત્યાર બાદ તેને થોડું ગરમ કરીને વાળ પર લગાવો.
ડેમેજ વાળને ફરી રીપેર કરવામાં મદદ મળશે.
3. કેળા, દહીં અને મધનું હેર માસ્ક
એક વાટકામાં 2 મોટી સાઈઝનાં કેળા લો.
હવે તેને સારી રીતે મેષ કરી લો.
ત્યાર બાદ તેમાં 1 મોટી ચમચી દહીં અને મધ લઈને મિક્સ કરી લો.
હવે તેને વાળ પર લગાવો
લગભગ 30 મિનિટ બાદ આ હેર માસ્કને વાળ પર છોડી દો.
ત્યાર બાદ પોતાના વાળને નોર્મલ શેમ્પૂ વડે ધોઈ લો.
કેળામાં હાજર ડીપ કન્ડિશનિંગ ગુણો વાળની ચમક વધારવામાં મદદ કરે છે.