બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy is moving towards Gujarat at a speed of 5 km per hour

આકાશી આફત / એલર્ટ: આવી રહ્યું છે 'બિપોરજોય'! ઓખામાં એકસાથે 1250 લોકોનું સ્થળાંતર, પોરબંદરમાં કલમ 144 લાગુ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

Malay

Last Updated: 08:17 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે VTV ન્યૂઝ લોકોને ખોટી અફવાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે.

 

  • ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ
  • વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ અપાયુ
  • ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ
  • પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર વાવાઝોડું

ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના 15 જૂને માંડવી-કચ્છ વચ્ચે ટકરાવવાની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આ વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી સમુદ્રમાં 400 કિમી, નલિયાથી સમુદ્રમાં 490 કિમી દૂર અને કરાચીથી સમુદ્રમાં 660 કીમી દૂર છે. આ વાવાઝોડું 5 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત કરાઈ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી સંદર્ભે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત કરાઈ છે.  રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRFની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે. 

નાગરિકોને સહયોગ આપવાની હર્ષ સંઘવીની અપીલ
દ્વારકામાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ખંભાળિયા આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે હર્ષ સંઘવીએ વાવાઝોડા સંદર્ભે અધિકારીઓની સાથે ચર્ચાઓ કરી હતી. જે બાદ હર્ષ સંઘવીએ યાત્રાળુઓને 16 સુધી દ્વારકાના પ્રવાસે ન આવવાની આપીલ કરી હતી. સાથે જ નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. સસ્તા અનાજની દુકાન પર દરેક નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દીધું છે. 

કન્ટ્રક્શન સાઇટ પર સેન્ટીંગ કામ ન કરવાની સૂચના
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ તંત્ર સાબદુ થઈ ગયું છે. ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરને પગલે 4 દિવસ હાલમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઇટો ઉપર સ્લેબના સેન્ટીંગ કામો ન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લેબરોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. પતરાવાળી લેબર કોલોનીમાં રહેતા લેબરોને શિફ્ટ કરવા અને સલામત જગ્યા ઉપર ખસેડવા કરવાની અપીલ કરાઈ છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘા, કુડા, કોલિયાક, હાથબ સહિતના દરિયા કિનારા ઉપર લોકોની અવર-જવર પર પ્રતિંબંધ મુકાયો છે. કોલીયાક નજીક દરિયા કાંઠાના લોકો પ્રભાવિત થાય તો શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. 

દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા
બિપરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પાસે 20 ફૂટથી ઉંચા મોજા ઉછળતા ઘાટના પથ્થરો ઉખડી ગયા છે. વાવાઝોડાને પગલે દ્વારકા જિલ્લાને રેડ અલર્ટમાં મુકવામાં આવ્યો છે. 15 જૂને વાવાઝોડાના કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. જેને પગલે દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને 1 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી દીધા છે. દ્વારકાનો સમુદ્ર તોફાની બનતા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.ઓખામાં 1250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

નવલખીના દરિયાકાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
'બિપોરજોય'ની આગાહીના પગલે મોરબી તંત્ર દ્વારા દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવલખી બંદર પર અગાઉના ભયસૂચક સિગ્નલ 2 નંબરને હટાવીને 4 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની અસરમાં વધારો થતાં ભયસૂચક સિગ્નલને લગાવાયું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને દૂર થવાની સૂચના આપવામાં આવી છે.

પોરબંદરમાં કલમ 144 લાગુ કરાઈ
આ તરફ પોરબંદરમાં પણ બિપોરજોયની અસર વર્તાઈ રહી છે. પોરબંદરનો સમુદ્ર ગાંડોતૂર થયો છે અને કિનારા પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરનો ચોપાટી અને માધવપુર બીચ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટરે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિ સમુદ્રના પાણીમાં ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.  સાથે જ લોકોને પણ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. પોરબંદરમાં વાવાઝોડાને પગલે કલમ 144 પણ લાગુ કરી દેવાઈ છે જેથી લોકો એકઠા ન થાય. સાથે જ NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ