બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Cybercrime-related crimes have increased in Gujarat, incidents of cheating people with fingertips have increased

મહામંથન / મોબાઈલમાં હોંશિયાર છો તો પછી સાયબર ગઠિયાઓથી કેમ છેતરાઓ છો? કેવી રીતે બચીને રહેવું?

Dinesh

Last Updated: 08:54 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્યમાં થોડા સમયથી સાયબર માફિયાઓ સક્રિય થયા છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમને અટકાવવા નિરંતર પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ સાયબર ક્રાઈમથી સામાન્ય માણસ છેતરાતો બચી જાય એવું ભાગ્યે જ બને છે

  • ગુજરાતમાં સાયબર ક્રાઈમને લગતા ગુના વધ્યા
  • આંગળીના ટેરવે લોકોને છેતરવાની ઘટનાઓ વધી
  • સાયબર ક્રાઈમ વિરુદ્દ કાયદાઓ છે પણ ગુનાઓ અટકતા નથી


તમને તમારી નજર સામે દેખાય એવા શત્રુને તમે ઓળખી શકો અને કદાચ તેનાથી સચેત રહીને બચી પણ શકો, પરંતુ બદલાતા જમાનાની સાથે હવે એવા શત્રુ તમારા જીવનમાં પ્રવેશ્યા છે કે જેને તમે જોઈ શકતા નથી, તેનાથી સચેત રહેવું અને બચવું પણ સ્વભાવિકપણે મુશ્કેલ હોવાનું. રાજ્યમાં થોડા સમયથી સાયબર માફિયાઓ સક્રિય થયા છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમને અટકાવવા નિરંતર પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ સાયબર ક્રાઈમથી સામાન્ય માણસ છેતરાતો બચી જાય એવું ભાગ્યે જ બને છે. એક યા બીજી રીતે સાયબર માફિયાઓ તમારા ભોળપણ અથવા તો તમારી લાલચનો ફાયદો ઉઠાવી જ લે છે અને આંગળીના ટેરવે જ પોતાના અકાઉન્ટમાં તમારી જીવનમૂડી સેરવી લે છે. 

ઠગ ટોળકી બેફામ
બહુ દૂર જવાની જરૂર નથી કારણે કે તાજેતરના સમયમાં જ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ખુદ કેન્દ્રના ગૃહમંત્રાલયની સાયબર વિંગે જ ચેતવણી જારી કરી હતી કે રામમંદિર માટે ઓનલાઈન ઠગ ટોળકી વિવિધ લાલચ આપે તો તેનાથી સતર્ક રહેવું. NCRBના આંકડા પણ કહે છે કે ગુજરાતમાં સાયબર ક્રાઈમ અસાધારણ હદે વધ્યો છે, બીજી તરફ રાજ્ય સરકાર જિલ્લા મુજબ સાયબર ક્રાઈમની ફરિયાદના પોલીસ સ્ટેશન ખોલીને નાનામા નાના સ્તરથી સાયબર ક્રાઈમની ફરિયાદનો ઉકેલ આવે તેવા પ્રયાસ કરી રહી છે. પાયાનો પ્રશ્ન એ છે કે વર્તમાન પેઢી તો ટેકનોસેવી છે તો પછી તે સાયબર માફિયાઓનો શિકાર કેમ બની રહી છે. કોઈ આંગળીના ટેરવાથી તમારી સાથે છેતરપિંડી કઈ રીતે કરી જાય, સાયબર ક્રાઈમની ઘટનાઓ અટકાવવા સરકારની સાથે-સાથે નાગરિક તરીકે આપણે આપણા સ્તરથી શું કરી શકીએ

સાયબર માફિયાઓની માયાજાળ
એકતરફ ટેક્નોલોજીનો યુગ અને આંગળીના ટેરવે મોટા ભાગવની સુવિધા મેળવી શકાય છે. હવે તો ઓનલાઈનનો જમાનો છે. કંઈ પણ ખરીદી કરવી છે તો ઓનલાઈન સુવિધા. બેન્કમાં ગયા વગર વ્યવહાર પાર પાડવા છે તો ઓનલાઈન સુવિધા છે. અને આવી તો ઘણી બધી બાબતો જે તમે તમારા મોબાઈલના માધ્યમથી ગણતરીની સેકન્ડોમાં સુવિધાઓ મેળવી શકો છે. પણ જેટલા જમા પાસા છે તેટલા જ તેના ઉધાર પાસા પણ સામે આવ્યા છે. ક્યારેક લાલચ તો ક્યારેક જરૂરિયાતને કારણે વ્યક્તિ સાયબર માફિયાઓના સકંજામાં ફસાઈ જાય છે અને પોતાની મરણમૂડી ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આજનો ટેક્નોસેવી યુવાન કેમ સાયબર માફિયાઓની માયાજાળમાં ફસાય છે. અને ક્યારેક તો એવા સંજોગો ઉભા થાય છે કે જીવ પણ ગુમાવવાનો વારો આવે છે...અને આવા કેસ બનેલા પણ છે. એવા પણ કેસ આવ્યા છે .જેમાં વીડિયો કોલના માધ્યમથી વ્યક્તિને ફસાવવામાં આવે છે અને તેની પાસેથી ખંડણી પણ માંગવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં ઈજ્જત બચાવવા કેટલીકવાર આપઘાત પણ કરી લેતા હોય છે.

સરકારે કસી કમર
સાયબર ક્રાઈમને અટકાવવા રાજ્ય સરકાર સતર્ક
સરકારે 244.57 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાએ પોલીસ સ્ટેશન કાર્યરત કર્યા
રાજ્યના 14 જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
સરકારે સાયબર ક્રાઈમ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો
સાયબર ક્રાઈમ માટે 1930 હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી શકાશે

14 જિલ્લામાં નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
દાહોદ
દેવભૂમિ દ્વારકા
ખેડા
છોટાઉદેપુર
નર્મદા
અરવલ્લી
મહિસાગર
પાટણ
તાપી
બોટાદ
ડાંગ
ગીર-સોમનાથ
મોરબી
સુરેન્દ્રનગર

સાયબર માફિયા કેમ ફાવી જાય છે?
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં સાયબર ક્રાઈમના 4236 ગુના નોંધાયા છે. 2023માં લોકસભામાં આ મુદ્દે પ્રશ્ન પૂછાયો હતો. ગુજરાતમાં સાયબર ક્રાઈમનો એકપણ કેસ એવો નથી જેમાં સજા મળી હોય. પોલીસની ટેકનોલોજી સામે સાયબર માફિયા નવી તરકીબ શોધી કાઢે છે. ઘણા કિસ્સામાં અરજી લેવાય છે પણ FIR નથી થતી અને લોકો બદનામીના ડરથી છેતરપિંડીની ફરિયાદ કરવાનું ટાળે છે

NCRB શું કહે છે?
2022માં ગુજરાતમાં સાયબર ક્રાઈમના સૌથી વધુ કેસ સુરતમાં થાય છે. રાજ્યના કુલ કેસમાંથી 26% કેસ સુરતમાં નોંધાયા જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ શહેરમાં પણ વ્યાપક કેસ

2022માં સાયબર ક્રાઈમના કેટલા કેસ?
સુરત
371

અમદાવાદ
261

વડોદરા
55

રાજકોટ
38

કઈ-કઈ રીતે થાય છે છેતરપિંડી?
સોશિયલ મીડિયા ઉપર ફેક પ્રોફાઈલ બનાવીને ક્રેડિટ કાર્ડમાં OTPના માધ્યમથી રૂપિયાની ઉઠાંતરી કરે છે. નોકરી સંબંધી લાલચ આપે છે. નોકરી માટે પ્રોસેસિંગ ફીના બહાને રૂપિયા ઉઘરાવી લેવાય છે. મેટ્રીમોનિયલ વેબસાઈટના નામે છેતરપિંડી થઈ છે. લોન માટેની લાલચ આપીને છેતરપિંડી કરે તેમજ ક્રેડિટ કાર્ડના પોઈન્ટ વધારવા ઠગબાજો ફોન કરે છે. ડિસ્કાઉન્ટ આપવાના નામે કાર્ડ નંબર માંગવામાં આવે છે. સર્વેલન્સ માલવેર નામના સાયબર ક્રાઈમ પણ થાય છે. અજાણી લીંક ઉપર ક્લીક કરતા જ ખાતામાંથી રકમ ઉપડી જાય છે

અમદાવાદ
ઓનલાઈન જુગાર રમાડતા 8 શખ્સ ઝડપાયા

રાજકોટ
ક્રિકેટ સટ્ટાના ઓનલાઈન નેટવર્કનો પર્દાફાશ
3 મોટા બુકી ઝડપાયા

સુરત
બનાવટી એપ બનાવીને વધુ વળતરની લાલચ આપી
12.8 લાખ જેટલા રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા
2 આરોપીની ધરપકડ

વડોદરા
રેલવેમાં રિફંડ મેળવવા જતા વૃદ્ધ છેતરાયા
રિફંડ માટે કોલ કરતા ઠગ ટોળકીએ 1.18 લાખ પડાવ્યા

વડોદરા
રામમંદિર ડોનેટ ફાઉન્ડેશનના નામથી લોકોને મેસેજ કર્યા
ફેસબુક ઉપર ખોટું પેજ બનાવ્યું
પત્રકારની ખોટી ઓળખ અપાતી હતી

અમદાવાદ
વિદેશથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવાતું હતું
ઓનલાઈન ગેમના માધ્યમથી ગુજરાતના યુવકોનો સંપર્ક કરાતો
સરનામા ઉપર દવાના નામે ડ્રગ્સના પાર્સલ મંગાવાતા હતા
કોલકત્તાથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ વેચાણ થતું હતું
કાર્તિક નામના આરોપીની ધરપકડ

વડોદરા
ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર આપીને છેતરપિંડી
ઓનલાઈન ટાસ્ક આપીને રૂપિયા કમાવવાની લાલચ અપાઈ
યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
દિલ્લીથી 5 શખ્સ ઝડપાયા
અંદાજે 1.84 કરોડના ટ્રાન્ઝેકશન થયાની વિગત ખુલી

સુરત
બેંકમાં KYC અપડેટ કરવાના નામે છેતરપિંડી
ઝારખંડના ગિરડીહથી ગેંગ ઓપરેટ કરતી હતી
બેંકના ખોટા કસ્ટમર કેર મોબાઈલ નંબર ગૂગલ ઉપર મુકી દેવાતા હતા
સુરતના 3 અને અન્ય રાજ્યના 22 ગુનાના ભેદ ઉકેલાયા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ