બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Crime rate reduced in Gujarat, NCRB released Crime in India 2021 statistics

આંકડાં / ગુજરાતમાં ક્રાઈમ રેટના કેસમાં મોટો ઘટાડો, NCRBના રિપોર્ટમાં ખુલાસો, આ કારણોસર ગુનાખોરી નાથવામાં મળી સફળતા

Vishnu

Last Updated: 04:47 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો, હિંસાત્મક ગુનાઓમાં ક્રાઇમ રેટ (૧૧.૯) એ દેશના ક્રાઇમ રેટ (૩૦.૨) કરતા ઓછો

  • ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો
  • મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૨૨.૧, 
  • જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૬૪.૫ કરતા ઘણો ઓછો

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુના સંબંધિત માહિતી એકઠી કરીને દર વર્ષે ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ નામની પુસ્તિક બહાર પાડવામાં આવે છે. તેમાં એક લાખની વસ્તી સામે કેટલા ગુના નોંધાય છે, તે ગુનાનો દર (ક્રાઇમ રેટ) જણાવવામાં આવે છે.  ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા ૨૦૨૧’ના આંકડાં અનુસાર, ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનામાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

ગુનાખોરીમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૧૧.૯
હિંસાત્મક ગુનાઓ, જેવા કે હત્યા, હત્યાનો પ્રયત્ન, બળાત્કાર, અપહરણ, લૂંટ વગેરે ગુનાઓમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૧૧.૯ છે, જે સમગ્ર દેશના ક્રાઇમ રેટ ૩૦.૨ કરતા ઘણો ઓછો છે. તે સિવાય વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ખૂનનો ક્રાઇમ રેટ ૧.૪ છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૨.૧ કરતા ઓછો છે. અપહરણના ગુનાઓનો ક્રાઇમ રેટ ગુજરાતમાં ૨.૩ છે, જે ઓલ ઇન્ડિયાના ક્રાઇમ રેટ ૭.૪ કરતા ઓછો છે.

અપહરણના કિસ્સાઓમાં પાંચ વર્ષના ક્રાઇમ રેટમાં સતત ઘટાડો નોંધાયો
ગુજરાતમાં અપહરણના ગુનાના ક્રાઇમ રેટનો ટ્રેન્ડ જોઇએ, તો પાછલા વર્ષોની સરખામણીએ સતત ઘટાડો નોંધાયો છે. તેના આંકડા આ પ્રમાણે છે- ૨૦૧૮ (૩.૦),  ૨૦૧૯ (૨.૭) અને ૨૦૨૧ (૨.૩). મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૨૨.૧ છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૬૪.૫ કરતા ઘણો ઓછો છે.  અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે આસામ (૧૬૮.૩), દિલ્હી (૧૪૭.૬), તેલંગાણા (૧૧૯.૭), રાજસ્થાન (૧૦૫.૪), પશ્વિમ બંગાળ (૭૪.૬), કેરળ (૭૩.૩) અને આંધ્રપ્રદેશ (૬૭.૨) ની સરખામણીએ ગુજરાતમાં મહિલા વિરુદ્ધના ગુનાઓનો દર ખૂબ જ ઓછો છે. 

શરીર વિરુદ્ધના ગુનાઓના રેટમાં ગુજરાત દેશમાં 31મા ક્રમાંકે
બીજો એક નોંધપાત્ર સુધારો શરીર વિરુદ્ધના ગુનાઓ (ખૂન, ખૂનનો પ્રયત્ન, ગંભીર, ઈજા, બળાત્કાર વગેરે) માં ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૮૦.૫ની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ ૨૮.૬ રહ્યો છે. આ ગુનાના ક્રાઇમ રેટમાં કુલ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૩૧મા ક્રમાંકે છે.  ચોરીના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૧૫.૨ છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૪૨.૯ કરતા ઘણો ઓછો છે. યાદીમાં ગુજરાત ૨૭મા ક્રમાંકે છે. કાયદા સુધારા અને ટેક્નોલોજીનો ઉપયોગથી પરિણામ

કાયદામાં જરૂરી સુધારા અને ટેક્નોલોજીના ઉપયોગથી સુધારો નોંધાયો
રાજ્યમાં નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને જૂના કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. GUJCTOC, જમીન પચાવી પાડવા વિરુદ્ધના કાયદા, ક્રિમિનલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં ફાંસીની સજા સુધીની જોગવાઇ, ચેઇન સ્નેચિંગ, હ્યુમન ટ્રાફિકીંગ વગેરે જેવા કાયદાઓમાં સજાના ધોરણોમાં વધારો વગેરેને કારણે ગુનેગારોમાં ભય વધ્યો છે, જેના પરિણામે ગુનાઓમાં ઘટાડો થયો છે. તે સિવાય પોલીસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં ૭ હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. ૪૧ શહેરોમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઇ-ચલણ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે સિવાય પોકેટકોપ, ઇ-ગુજકોપ, ડ્રોન કેમેરાના ઉપયોગથી અને ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, ૧૦૯૬ જીવન આસ્થા હેલ્પલાઇન, ૧૦૦ પોલીસ હેલ્પલાઇન અને ૧૦૯૫ ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો થયો છે અને ગુનાઓને નાથવામાં સહાયતા મળી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ