બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Crime branch releases 4 Kashmiri youths caught near Modi stadium

અમદાવાદ / મોદી સ્ટેડિયમ નજીક પકડાયેલા 4 કાશ્મીર યુવકને ક્રાઈમ બ્રાન્ચે છોડી મૂક્યા, આમ કરવાનું કારણ આપ્યું, જમ્મુ કાશ્મીરમાં ભારે વખાણ

Kishor

Last Updated: 04:59 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીકથી પકડાયેલા 4 કશમીર યુવકો વિદ્યાર્થી હોવાથી ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક પૂછપરછ કરી જવા દીધા હતા.

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક પકડાયેલા 4 કશમીર યુવકનો મામલો
  • યુવકો વિધાર્થી હોવાથી ક્રાઇમ બ્રાન્ચે જવા દીધા
  • જમ્મુ કાશ્મીર સ્ટુડન્ટસ એસોસિએશન દ્વારા ગુજરાત પોલીસના કર્યા વખાણ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે t20 સિરીઝની ત્રીજી મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ દરમિયાન પોલીસ પણ એક્શનમાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન સ્ટેડિયમ નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ચાર કશ્મીરી યુવકોની અટકાયત કરી હતી. શંકાસ્પદ હિલચાલને પગલે સ્ટેડિયમ પાસેથી 30 વર્ષની ઉંમરના બદગામના 4 કાશ્મીરી યુવકોને પોલીસે પકડી લીધા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

યુવકોએ સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી

આ મામલે પોલીસે તમામ યુવકોની પૂછપરછ કરી હતી. જેમાં યુવકો વિધાર્થી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે સંતોષકારક તપાસ બાદ પ્રાથમિક પૂછપરછ કરી યુવકોને જવા દીધા હતા. આથી જમ્મુ કાશ્મીર સ્ટુડન્ટસ એસોસિએશન દ્વારા ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તમામ યુવકોએ સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસની કામગીરીના મુક્તમને વખાણ કર્યા હતા.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી મેચ

ગઈકાલે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 સિરિઝની ત્રીજી મેચમાં ભારત મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને 2-1થી સિરિઝ જીતી લીધી હતી. ટીમ ઈન્ડીયાને અમદાવાદની ભૂમિ ફળી હોય તેમ ટી20 ફોર્મેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. 3 મેચની ટી20 સિરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ જીતીને ભારતે 1-1થી સિરિઝ બરાબર કરી હતી અને હવે 3જી મેચ જીતી લઈને ટીમ ઈન્ડીયાએ સિરિઝ કબજે કરી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ