બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / covid19 new variant reached india, can possibly bring new wave

એલર્ટ / દિવાળી પહેલા ટૅન્શન વધ્યું : કોરોનાના નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી, નિષ્ણાંતોએ જુઓ આપી ચેતવણી

Vaidehi

Last Updated: 07:50 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ-19 નાં કેસ દિવસે દિવસે ફરી સામે આવી રહ્યાં છે ત્યારે હાલમાં જ ભારતમાં ઓમિક્રોનનાં એક નવા સબ-વેરિયન્ટની એન્ટ્રી થઇ છે જેને લઇને એક્સપર્ટોએ ચેતવણી જાહેર કરી છે. આ વેરિયન્ટનું નામ છે BA.5.1.7.

  • કોવિડ-19ના નવા વેરિયન્ટનો દેશમાં પ્રવેશ
  • ઓમિક્રોનનો સબવેરિયન્ટ છે BA.5.1.7
  • લોકોને સાવધાન રહેવા અપાયું સૂચન 

કોવિડ-19 અપડેટ: ભારતમાં આજકાલ એકતરફ કોરોનાનાં કેસો સામે આવી રહ્યાં છે તો બીજી તરફ કોવિડને લગતાં નિયમો પણ હટાવી દેવાયા છે. પરંતુ કોરોનાનાં નવા વેરિયંટે  ફરી દેશમાં એન્ટ્રી લઇ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર કોરોનાનો આ નવો વેરિયન્ટ ઓમિક્રોનનો સબવેરિયન્ટ છે. જેનું નામ BA.5.1.7 છે. માહિતી અનુસાર આ વાયરસ અતિ ઝડપે ફેલાય છે. આ નવા વેરિયન્ટનાં પહેલાં કેસની માહિતી ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે મેળવી છે.

હેલ્થ એક્સપર્ટે સાવધાન રહેવા આપ્યું સૂચન
નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ હેલ્થ એક્સપર્ટે લોકોને સાવધાન રહેવા સૂચન આપ્યું છે કારણ કે ચીનમાં કોવિડ-19નાં કેસો વધી રહ્યાં છે જેનાં કારણોમાં BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.  ઓમિક્રોનનાં આ બંને વેરિયન્ટ અત્યંત ચેપી માનવામાં આવી રહ્યાં છે.

તહેવાર પહેલાં આવી નવી ચિંતા
હેલ્થ એક્સપર્ટે કોઇને પણ માસ્ક પહેરવાનું ન છોડવા કહ્યું છે અને જો કોઇ લક્ષણો દેખાય છે તો તરત જ આઇસોલેટ થવા જણાવ્યું છે. રિસર્ચ અનુસાર BF.7 વેરિયન્ટ અન્ય ઓમિક્રોન સબ- વેરિયન્ટની તુલનામાં પહેલાનાં વેક્સિનેશન અને એન્ટીબોડીથી બચી અને તમારામાં વાયરસ પ્રવેશી શકે છે તેથી તેનાથી ચેતી જવા સૂચન આપવામાં આવ્યું છે.

ચીનથી વિશ્વમાં ફેલાયો છે આ વેરિયન્ટ
એશિયાઇ હોસ્પિટલ ફરિદાબાદની ફિઝિષિયન અને સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. ચારૂ દત્ત અરોડા અનુસાર. ઓમિક્રોન સ્પોન નામક નવા વેરિયન્ટને ટેકનિકલ ભાષામાં  BA.5.1.7 અને BF.7 નામ આપવામાં આવ્યું છે. જેનો કેસ ચીનનાં મંગોલિયામાં સામે આવ્યો હતો. માહિતી અનુસાર છેલ્લા 2 અઠવાડિયામાં આ વેરિયન્ટ USAમાં બે ગણો વધી ગયો છે. જો કે  યૂકે, જર્મની અને ફ્રાન્સ જેવા યૂરોપિય દેશોમાં આ વેરિયન્ટનાં લગભગ 15-25% કેસ સામે આવી ચૂક્યાં છે.

BA.5.1.7 અને BF.7નાં લક્ષ્ણો
એક્સપર્ટે કહ્યું કે આ નવા વેરિયન્ટનાં લક્ષણો જૂના વેરિયન્ટ જેવા જ હશે પરંતુ એક ચોક્કસ સમયગાળાની સાથે જ તેના વિષયક માહિતી પ્રાપ્ત થશે. ડૉ.અરોડા અનુસાર શરીરમાં દુ:ખાવો આ વેરિયન્ટનો મુખ્ય લક્ષણો છે. જે લોકોમાં આ લક્ષણો જોના મળતાં નથી પરંતુ તેઓ સંક્રમિત છે તો તે વધુ લોકોમાં આ સંક્રમણ ફેલાવી શકે છે. 
ડૉ. વેંકટગોપાલનનું કહેવું છે કે અમે આ નવા વેરિયન્ટનાં લક્ષણો વિશે માહિતી મેળવી શક્યાં નથી કારણકે અત્યાર સુધી એટલો ડેટા ભેગો થયો નથી. જ્યાં સુધી વિશ્વની વાત છે તો આ વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. મોટા ભાગનાં લોકોની ટેસ્ટિંગ જીનોમ સીક્વેન્સિંગનાં માધ્યમથી થઇ નથી જેના લીધે કોઇ ચોક્કસ માહિતી આપવી મુશ્કેલ છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ