બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Covid-19 still a concern for Indian consumers, says survey

મહામારી / ભારતીયો માટે કોરોના હજુ પણ ચિંતાજનક : 84 ટકા લોકોએ કહ્યું મોંઘવારી અને મહામારીથી ખર્ચામાં મહિને પહોંચી વળાતું નથી

Hiralal

Last Updated: 03:32 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનામાં ભારતીય લોકોને કઈ કઈ ચિંતા સતાવી રહી છે તેને લઈને ઇપ્સોસ એસેન્શિયલ્સ સર્વે 2022ના સર્વેમાં મહત્વના તારણો રજૂ કરાયા છે.

  • ઇપ્સોસ એસેન્શિયલ્સ સર્વે 2022ના તારણો 
  • 84 ટકા ભારતીયોએ કહ્યું, મોંઘવારી અને મહામારીથી ખર્ચામાં પહોંચી શકાતું નથી 
  •  ભારત અને ચીનના લોકો માટે કોરોના હજુ પણ ચિંતાનું કારણ 
  • લોકોએ પણ ફુગાવા અને હાલમાં ચાલી રહેલા યુક્રેન-રશિયા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી

પહેલા કોરોના મહામારી અને હવે મોંઘવારીમાં ભારતીયો માટે ઘર ચલાવવું અને મહિનાનો ખર્ચો કાઢવો કેટલો મુશ્કેલ થયો હતો તેને લઈને સર્વેમાં મહત્વના આંકડા સામે આવ્યાં છે. મહામારીમાં એક મોટા વર્ગને પૈસા-ટકાની ખૂબ તંગી વેઠવી હતી અને તેમણે માંડ માંડ કરીને ઘર ચલાવ્યું હતું છતાં પણ તેઓ જેમ તેમ કરીને તેને પહોંચી વળ્યાં હતા. 16 બજારોમાં હાથ ધરવામાં આવેલા ઇપ્સોસ એસેન્શિયલ્સ સર્વે 2022ના તારણો અનુસાર, ભારત અને ચીનના ઘરોમાં કોરોનાવાયરસ રોગચાળો ચિંતાનું કારણ બની રહ્યો છે. 

84 ટકા લોકોએ કહ્યું-મહામારી અને મોંઘવારીમા બીલ ચૂકવવા સૌથી મોટી ચિંતા
ઇપ્સોસ એસેન્શિયલ્સ સર્વે 2022માં ભારતીયોને લઈને એક મોટો ખુલાસો થયો છે. 84 ટકા ભારતીયોનું માનવું છે કે મહામારી અને મોંઘવારીમાં તેમને માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે અને તેઓ મહિનાનો ખર્ચો કાઢી શકતા નથી. ભારતીય લોકોનું એવું પણ માનવું છે કે મહામારીમાં તેમણે માંડ માંડ દિવસો કાઢ્યાં હતા અને આર્થિક સંકડામણનો ખૂબ સામનો કરવો પડ્યો હતો. મહામારીમાં ભારતની ઉપરાંત વિશ્વભરના લોકો પર ફુગાવાની અસર પડી રહી છે,સૌથી વધુ ચિંતિત બજારોમાં બ્રાઝિલ (89 ટકા), ઇટાલી (84 ટકા), દક્ષિણ આફ્રિકા (80 ટકા), મેક્સિકો (81 ટકા) અને રશિયા (78 ટકા)નો સમાવેશ થાય છે. સૌથી ઓછા બજારો દક્ષિણ કોરિયા (53 ટકા), ચીન (55 ટકા) અને જાપાન (47 ટકા)ના હતા.

કયા પરિબળોને કારણે ભારતના લોકો પર અસર પડી 
ભારતમાં રોગચાળો, નોકરીઓ ગુમાવવી અને હવે ફુગાવાના દબાણે લોકોના જીવન અને તેમની દૈનિક પસંદગીઓને અસર કરી છે, એમ ઇપ્સોસ ઇન્ડિયાના એમએસયુ એન્ડ સ્ટ્રેટેજી3ના ગ્રુપ સર્વિસ લાઇન લીડર, ક્રિષ્નેન્દુ દત્તાએ જણાવ્યું હતું. "જ્યારે અમારા ઘણા ગ્રાહકો પણ ઇનપુટ ખર્ચના દબાણનો સામનો કરી રહ્યા છે, ત્યારે કિંમત નક્કી કરવાના નિર્ણયો ગ્રાહકની વાસ્તવિકતાઓ પ્રત્યે સંવેદનશીલ હોવાને કારણે કાળજીપૂર્વક લેવાની જરૂર રહેશે.

મહામારીમાં કોરોનાથી સુરક્ષિત રહેવા લોકોએ શું કર્યું

મહામારીમાં કોરોનાથી સુરક્ષા રહેવા માટે દુનિયાના લોકોએ શું શું કર્યું તેને લઈને પણ સર્વેમાં ખુલાસો થયો છે. વૈશ્વિક સ્તરે, 59 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે હાથ ધોતા હતા, 51 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ તેમના ઘરની બહાર માસ્ક પહેરે છે, 38 ટકા લોકોએ શારીરિક અંતર જાળવવાનો દાવો કર્યો હતો, 28 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ સામાન્ય રીતે સ્પર્શેલી સપાટીઓને સાફ અને જંતુરહિત કરે છે, 24 ટકા લોકો સામાન્ય રીતે સ્પર્શેલી સપાટીઓને સ્પર્શવાનું ટાળે છે, 19 ટકા લોકો તેમના ઘરની બહારથી દૂર રહે છે અને 17 ટકા લોકો તેમના ચહેરાને સ્પર્શવાનું ટાળે છે.

વિશ્વ ત્રણ માથાવાળા રાક્ષસ સાથે ઝઝૂમી રહ્યું છે
વિશ્વ ત્રણ માથાવાળા રાક્ષસ સાથે ઝઝૂમી રહ્યું છે, જેની તીવ્રતા પ્રદેશની દ્રષ્ટિએ કંઈક અલગ છે. ભારતીયો અને ચીનના લોકો માટે કોવિડ -19 હજી પણ સૌથી મોટો રાક્ષસ છે. વિશ્વના મોટા ભાગના દેશો માટે, ફુગાવો સૌથી મોટો રાક્ષસ છે.  

જર્મની અને ઇટાલી માટે રશિયા-યુક્રેન યુદ્ધ રાક્ષસ 
ઇપ્સોસે તેના સર્વેક્ષણના તારણોના ભાગરૂપે જણાવ્યું હતું કે યુક્રેનમાં સંઘર્ષ જર્મની અને ઇટાલી માટે સૌથી મોટા રાક્ષસ તરીકે ઉભરી આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ