બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus gujarat government announcement financial assistance poor labor
Divyesh
Last Updated: 11:51 AM, 2 April 2020
ADVERTISEMENT
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 65 લાખ ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો, બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂ.650 કરોડનું પેકેજ જાહેર કરતા જણાવ્યું કે રાજ્યની સંવેદનશીલ સરકારે લૉકડાઉનની સ્થિતીમાં આવા પરિવારોના ખાતામાં રુ.1000 ની રોકડ સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતાં.
ADVERTISEMENT
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હાલની કોરોનાની પરિસ્થિતિને લઇને આવા પરિવારોને આર્થિક સહાયના પૈસા મળશે. આ સાથે કંપનીઓ, ફેકટરીઓ અને ઘરે કામ કરનારા કામવાળાઓને પણ જે-તે વ્યક્તિ કે સંસ્થાઓએ પગાર ચૂકવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.