બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / coronavirus first nasal vaccine bharat biotech get nod for next trial

મંજૂરી / ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને લઈને આવ્યા ગુડ ન્યૂઝ, મળી બીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી

Bhushita

Last Updated: 06:55 AM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મળતી માહિતિ અનુસાર 18-60 વર્ષના સમૂહમાં ભારત બાયોટેકની નેઝલ વેક્સિનનું પહેલું પરીક્ષણ પૂરું કરાયું છે અને બીજા ટ્રાયલની મંજૂરી મળી છે.

  • ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને લઈને આવ્યા ગુડ ન્યૂઝ
  • 18-60 વર્ષના સમૂહમાં નેઝલ વેક્સિનનું પહેલું પરીક્ષણ પૂરું
  • મળી બીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી

 

ભારત બાયોટેક દ્વારા વિકસિત કોરોનાની નાકથી અપાતી વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો અને ત્રીજા ડોઝના ક્લિનિકલ પરીક્ષણને માટે નિયામકની મંજૂરી મળી છે. ડીબીટીએ શુક્રવારે આ જાણકારી સામે લાવી છે. 

પહેલું પરીક્ષણ થયું પૂરું
ડીબીટીએ કહ્યું કે 18-60 વર્ષની ઉંમરના લોકોના સમૂહમાં પહેલું ક્લીનિકલ ટ્રાયલ પૂરું થયું છે. આ સાથે નાકથી અપાતી ઈન્ટ્રાનેઝલનો પહેલો ડોઝ છે જેને બીજા અને ત્રીજા પરીક્ષણ માટે નિયામકની મંજૂરી મળી છે.  

નાકથી વેક્સિન આપવાનો પહેલો ડોઝ
આ પ્રકારનો આ પહેલો કોરોના વેક્સિન ડોઝ છે જેનું ભારતમાં માણસો પર પરીક્ષણ કરાયું છે. આ વેક્સિન બીબીવી154 છે જેની ભારત બાયોટેકે સેંટ લુઈસ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટીથી મંજૂરી મળી છે. મંત્રાલયે કહ્યું કે પ્રીક્લિનિકલ ટોક્સિસિટીના પરીક્ષણમાં ઈન્ટ્રાનેઝલ વેક્સિનને સુરક્ષિત, ઈમ્યુનોજેનિક અને સારી રીતે સહન કરવા યોગ્ય મળી રહી છે. એટલું નહીં જાનવરોમાં પણ ઉચ્ચ સ્તરના એન્ટીબોડીને બેઅસર કરવામાં પણ સક્ષમ જોવા મળી હતી.  
 


વેક્સિનને લઈને કરાઈ રહ્યું છે સંશોધન
ડીબીટીના સચિવે પ્રોત્સાહન પેકેજના ત્રાજી ભાગના આધારે કોરોના વેક્સિનને વિકસિત કરવાના પ્રયાસોમાં ઝડપ લાવવાનું શરૂ કર્યું છે અને સાથે સુરક્ષિત અને પ્રભાવોત્પાદક કોરોના વેક્સિનનના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બાયોટેકની બીબીવી 154 વેક્સિન દેશમાં વિકસિત કરાઈ રહી છે. આ પહેલી ઈન્ટ્રાનેઝલ વેક્સિન છે જે પરીક્ષણના ચરણમાં પહોંચી ચૂકી છે.  
 
કોવેક્સિન કોરોનામાં કેટલી સહાયક
ભારત બાયોટેક કોવેક્સિનના ત્રીજા પરીક્ષણમાં તેને કોરોના માટે 77.8 ટકા અને ગંભીર બીમારીના વિરોધમાં 93.4 ટકા અસરકારક ગણાવી હતી. ભારતે અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના લગભગ 53 કરોડ ડોઝ આપ્યા છે જેમાંથી મોટો ભાગ કોવિશિલ્ડનો રહ્યો છે જ્યારે બીજા નંબર પર ભારત દ્વારા વિકસિત સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ