બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Corona, which has reached all over the world, did not go here, not a single case, because it is very shocking.

મહામારી / આખા વર્લ્ડમાં પહોંચેલા કોરોનાનું ભારતમાં એક ઠેકાણે ન ચાલ્યું ગજુ, એક કેસ નહીં, કારણ ખૂબ ચોંકાવનારુ

Hiralal

Last Updated: 09:07 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ આખી દુનિયામાં પહોંચ્યો છે પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં હજુ સુધી કોરોનાનું કંઈ ગજું ચાલ્યું નથી.

  • આખી દુનિયામાં ફેલાયો કોરોના
  • ભારતમાં એક જગ્યાએ ન ચાલ્યું કોરોનાનું ગજું
  • હિંદ મહાસાગર સ્થિત એકાંત ટાપુ પર કોરોના ન પહોંચ્યો

કોરોના વાયરસે આખી માનવતાને હચમચાવી નાખી, દુનિયામાં કોઈ એવો દેશ નહોતો જ્યાં આ વાયરસે પોતાનું પ્રદર્શન ન કર્યું હોય. હવે ભલે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ હજુ પણ ઘણા દેશોમાં ઘણી તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે પૃથ્વીનો કયો ખૂણો છે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો નથી.ભારતમાં એક એવી જગ્યાની માહિતી સામે આવી કે જ્યાં કોરોનાનું કંઈ ગજુ ચાલ્યું નથી અને હજુ સુધી એક પણ કેસ નોંધાયેલો નથી. સાવ એવું પણ નથી કે અહીં કોઈ વસતુ નથી. 400 આદિવાસીઓ અહીં વર્ષોથી રહે છે. 

હિંદ મહાસાગર સ્થિતિ એકાંત ટાપુ પર હજુ સુધી કોરોના પહોંચ્યો નથી 

હિંદ મહાસાગર સ્થિતિ એકાંત ટાપુ પર હજુ સુધી કોરોના પહોંચ્યો નથી કારણ કે ત્યાં કોઈ જઈ શકતું નથી, ત્યાં વસતા સેન્ટિનલ જનજાતિના લોકો કોઈને પણ અહીં ફરકવા દેતા નથી. રિપોર્ટ અનુસાર સેન્ટિનલ આઇલેન્ડ અંદમાન આઇલેન્ડનો ભાગ છે અને તે મ્યાનમારની સરહદથી લગભગ 500 માઇલ દૂર છે. આ સ્થાન વિશે કહેવામાં આવે છે કે કોરોના વાયરસ અહીં સુધી પણ પહોંચી શક્યો નથી કારણ કે તે આખી દુનિયાથી કપાઈ ગયો છે. અહીં રહેતા લોકો દુનિયાના લોકોને નફરત કરે છે. જ્યારે કોઈ આ વિસ્તારમાં પહોંચે છે, ત્યારે તેઓ તેને પોતાનો દુશ્મન માને છે અને તેને મારવા માટે તૈયાર થઈ જાય છે.

વસવાટવાળા ટાપુ પર કોરોના કેમ ન પહોંચ્યો

આ ટાપુના સંપૂર્ણપણે કોરોના મુક્ત રહેવા પાછળ અહીં વસતા સેન્ટિનલ આદિવાસીઓ દ્વારા બહારના લોકો પર મૂકવામાં આવેલો પ્રતિબંધ છે. સેન્ટિનલ આદિવાસીઓ બહારના કોઈ પણ વ્યક્તિને અહીં આવવા દેતા નથી અને આવે તો બાણથી મારી નાખે છે તેને કારણે અહીં વસતા 400 થી વધારે આદિવાસીઓ કોરોના મુક્ત રહ્યાં છે. 

આ ટાપુ પર માત્ર સેન્ટિનલ જનજાતિના લોકો જ રહે છે
આ ટાપુ પર માત્ર સેન્ટિનલ જનજાતિના લોકો જ રહે છે, તેમની વસ્તી 400ની આસપાસ હોવાનું કહેવાય છે, પરંતુ તે વધુ પણ હોઈ શકે છે. આ લોકો બાણથી બહારના લોકો પર હુમલો કરે છે. એવું કહેવામાં આવે છે કે આ જનજાતિ આ ટાપુ પર 60 હજાર વર્ષથી વધુ સમયથી રહે છે. આ સમય દરમિયાન જે પણ કબીલાની નજીક આવ્યો હતો, તે પાછો ફર્યો ન હતો અથવા તેના મૃત્યુના સમાચાર આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ