બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / Corona wave will come again: WHO report raises tension again amid recession worldwide

ઓમિક્રોન નવો વેરિઅન્ટ / ફરી આવશે કોરોનાની લહેર: વિશ્વભરમાં મંદી વચ્ચે WHO ના રિપોર્ટે ફરી વધાર્યું ટેન્શન

Dhruv

Last Updated: 03:24 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ર્ડા. સૌમ્ય સ્વામીનાથને કહ્યું કે કેટલાક દેશોમાં Omicron નું X BB સબ વેરિઅન્ટ કોરોનાની નવી લહેરનું કારણ બનુ શકે છે. તેથી સાવચેત રહેવાની જરુર છે.

  • Omicronનું X BB સબ વેરિઅન્ટ કોરોનાની નવી લહેરનું કારણ બની શકે: ડૉ. સૌમ્યા સ્વામીનાથ
  • પેટા વેરિઅન્ટ XBB અને bF.7 નો ખતરો સતત વધી રહ્યો છે
  •  દેશ પાસે કોઈ ડેટા ઉપલબ્ધ નથી:ર્ડા. સૌમ્યા
  • WHO એ BA.5 અને BA.1 ના ડેરિવેટીવ્ઝને પણ ટ્રેક કરી રહ્યું છે

દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના પેટા વેરિઅન્ટ XBB અને bF.7 નો ખતરો સતત વધી રહ્યો છે. આ પ્રકારના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.  ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ર્ડા. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે કેટલાક દેશોમાં  Omicron X BB સબ વેરિએન્ટ કોરોનાની નવી લહેરનું કારણ બનુ શકે છે. પરંતું ર્ડા. સૌમ્યાએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી કોઈ દેશ પાસે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. 
ર્ડા. સ્વામીનાથને જણાવ્યું હતું કે વિશ્વભરમાં ઓમિક્રોનના 300 થી વધુ પેટા પ્રકારો છે. XBB એ ઓમિક્રોનનું પેટા પ્રકાર  છે. પરંતું તે રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે અને એન્ટિબોડીઝને તટસ્થ કરીને પણ કામ કરે છે. આવી સ્થિતિમાં X BB ના કારણે આપણે આવનારા દિવસોમાં કેટલાક દેશોમાં ચેપની બીજી લહેર જોઈ શકીએ છીએ.

WHO વેરિયન્ટ્સને ટ્રેક કરી રહ્યું છે
તેમણે ઉમેર્યું કે WHO  BA.5 અને BA.1 ના ડેરિવેટીવ્ઝને પણ ટ્રેક કરી રહ્યું છે. જે વધુ સંક્રમિત અને રોગપ્રતિકારક-આક્રમક છે. તેમણે કહ્યું કે જેમ જેમ વાયરસ વીકસે છે. તેમ તેમ વધુ ફેલાઈ રહ્યો છે. જે જોખમી સંકેત હોઈ શકે છે. તેથી અમારે મોનિટરીંગ અને ટ્રેક કરવાનું ચાલું રાખવું પડશે, અમે જો઼યું છે કે ઘણાં દેશોમાં કોવિડ પરીક્ષણમાં ઘટાડો થયો છે. છેલ્લે કેટલાક મહિનામાં જીનોમિક સિક્વન્સિંગમાં પણ ઘટાડો થયો છે. હવે તેમાં વધારો કરવાની જરુર છે. જેથી આ વેરિઅન્ટના સંક્રમિત દર્દીઓને ઓળખીને શક્ય તેટલી વહેલી તકે સારવાર આપવામાં આવે. તમામ દેશોએ ટેસ્ટિંગ. ટ્રેકીંગ અને સિકવન્સિં વધારવું પડશે. ઉપરાંત કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આનાથી આ વેરિએન્ટને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

એક વ્યક્તિ ધણા લોકોને ચેપ લગાવી શકે છે

નિષ્ણાંતો કહે છે કે X BB અને BF.7 બંનેના પ્રકારો તદ્દન ચેપી છે. આની સામે રક્ષણ કરવું જરુરી છે. જો ભીડભાડવાળા વિસ્તારોમાં આ પ્રકારોનો ચેપગ્રસ્ત દર્દી હોય, તો તે એક સાથે ઘણા લોકોમાં વાયરસ ફેલાવી શકે છે. જો લોકે માસ્ક પહેરવાનું  ચાલુ રાખશે તો વાયરસના સંક્રમણનું જોખમ રહેશે નહીં. આ સાથે. કોવિડના કેસ પણ નિયંત્રણમાં આવશે. ર્ડા. કિશોર કહે છે કે દિવાળીનો તહેવાર આવવાનો છે. આ દરમિયાન જો કોવિડથી બચવાને નિયમોનું પાલન કરવામાં નહી આવે તે આગામી થોડા દિવસોમાં દેશમાં કોરોનાના કેસ ફરી વધી શકે છે. એવું બનુ શકે છે કે ટૂંક સમયમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના ગ્રાફમાં વધારો જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ