બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Corona rang the alarm bell! The number of cases has reached close to 8 thousand

ચિંતા / કોરોનાએ વગાડી ખતરાની ઘંટી! 8 હજારની નજીક પહોંચી ગયો કેસનો આંકડો, 38% નો ઉછાળો

Priyakant

Last Updated: 11:53 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Case News Today : ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોની વચ્ચે રિકવરી રેટની વાત કરીએ તો, તે 98.72% છે. દૈનિક હકારાત્મકતા દર 3.65%

  • ભારતમાં હવે રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોના કેસો 
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 40,215

ભારતમાં કોરોના કેસો હવે રોકેટ ગતિએ વધી રહ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 40,215 છે. છેલ્લા 24 કલાકમાં 4,692 લોકો કોરોનાથી સાજા થયા છે. આ તરફ કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,42,04,771 છે. 

ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોની વચ્ચે રિકવરી રેટની વાત કરીએ તો, તે 98.72% છે. દૈનિક હકારાત્મકતા દર 3.65% છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 3.83% છે. અત્યાર સુધીમાં, દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો 
મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 919 નવા કેસ મળી આવ્યા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે. સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 4 હજાર 875 થઈ ગઈ છે. મંગળવારે મુંબઈમાં 24 કલાકમાં 242 નવા કેસ નોંધાયા છે. હાલમાં મુંબઈની હોસ્પિટલમાં કોરોનાના 110 દર્દીઓ દાખલ છે. સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 1 હજાર 478 થઈ ગઈ છે. મુંબઈનો સકારાત્મકતા દર 13.48% છે.

દિલ્હીમાં પણ કોરોના બેકાબૂ 
દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં 24 કલાકમાં 980 નવા કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત પણ નોંધાયા હતા. હાલમાં, અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે અહીં ચેપ દર હજુ પણ 26 ટકાની આસપાસ છે. દિલ્હીમાં સક્રિય કોરોના કેસ વધીને 2,876 થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ