બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / corona crisis rs 1 lakh crore loss to indian corporate sector first quarter

ચિંતાજનક / કોરોનાના કહેરને કારણે પહેલા સત્રમાં કોર્પોરેટ જગતને 1,00,000,00,00,000 નું નુકશાન

Dharmishtha

Last Updated: 01:24 PM, 1 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટમાં આર્થિક ગતિવિધિઓનું ઠપ રહેવું કોર્પોરેટ જગત માટે ભારે પડી રહ્યું છે. એક અનુમાન છે કે આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે અપ્રિલથી જૂન 3100 કંપનીઓને લગભગ 1 લાખ કરોડનું નુકસાન થયુ છે.

  • કોરોના સંકટ કોર્પોરેટ જગત માટે ભારે પડી રહ્યું છે
  • કંપનીઓએ મળીને 6911 કરોડ રુપિયાનું નુકસાન બતાવ્યું છે
  •  એક લાખ કરોડથી વધારે નુકશાન થયું છે.

હકિકતમાં પહેલા ક્વાર્ટરમાં આ તમામ કંપનીઓએ કુલ મળીને 6911 કરોડ રુપિયાનું નુકસાન બતાવ્યું છે. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયમાં આ કંપનીઓને 95950 કરોડનો ફાયદો થયો હતો. આ રીતે એક લાખ કરોડથી વધારે નુકશાન થયું છે.

કોર્પોરેટ કંપનીઓ પહેલાથી જ પરેશાન હતી. કેમ કે તેમની આવક છેલ્લા 3 ક્વાર્ટરથી ઘટી રહી હતી અને કોરોના મહામારીના સંકટને હજું વધારી દીધું છે. સૌથી વધારે નુકસાન ખનન કંપનીઓને થયું છે. ખનન કંપનીઓની આવકમાં 48 ટકા અને ફાયદામાં 88 ટકા ઘટાડો આવ્યો છે.

આ પ્રકારના મૈન્યુફૈક્ચરિંગ કંપનીઓની આવકમાં 43 ટકા અને ફાયદામાં 67 ટકા ઘટો નોંધાયો છે. કન્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ કંપનીઓની કુલ આવકમાં 43.5 ટકા અને બિન નાણા રાજસ્વમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પહેલા ક્વાર્ટરમાં લગભગ 50 ટકા કંપનીઓએ પોતાના પરિણામમાં નુકસાન દર્શાવ્યું છે. લગભગ 25 ટકા પોતાની કમાણીમાં ઘણી નિરાશાનો સામનો કરવો પડ્યો છે . કેમ કે ગત વર્ષ જૂનના ક્વાર્ટરમાં તેમને ફાયદો થયો હતો. 

કોરોના દરમિયાન આર્થિત ગતિવિધિઓ ઠપ હોવાના કારણે ડિમાન્ડમાં ઘટાડો નોંધાવાના કારણે ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે અનેક કંપનીઓની કમાણીમાં મોટું નુકશાન થયું છે. આ કંપનીઓની કુલ આવકમાં જૂન 2020ના સત્રમાં 38.2 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જૂન 2019માં આ ક્વાર્ટરમાં તેમની આવક 2.2 ચકા વધી  હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Quarter corporate sector કોરોના વાયરસ કોર્પોરેટ Corporate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ