બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Corona alert in Ahmedabad: Beds and oxygen are ready in both old and new civil hospitals

કવાયત / અમદાવાદમાં કોરોનાનું ઍલર્ટ: દસ દિવસમાં નોંધાયા આટલા કેસ, જૂની અને નવી બંને સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન તૈયાર

Priyakant

Last Updated: 01:04 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Corona Update Latest News: પૂર્વતૈયારીના ભાગરૂપે જૂની અને નવી બંને સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઑકિસજન તૈયાર, સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર

  • અમદાવાદમાં ફરી કોરોનાના કેસ નોંધાતા તંત્ર હરકતમાં
  • સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટેડ વોર્ડ કરાયો તૈયાર
  • દવાનો સ્ટોક, ઓક્સિજન ટેન્કની કરાઈ તપાસ

Ahmedabad Corona Update : ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિશિપલ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 13 જેટલા કેસ નોંધાયા છે. જેને લઈ હવે તંત્ર પણ એલર્ટ બન્યું છે. આ તરફ હવે પૂર્વતૈયારીના ભાગરૂપે જૂની અને નવી બંને સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઑકિસજન તૈયાર કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાની દસ્તકને લઈ AMC એલર્ટ બન્યું છે. છેલ્લા દસ દિવસમાં કોરોનાના 13 જેટલા કેસ નોંધાતા શહેરમાં અને રાજ્યમાં કેસ આવતા સરકાર સાથે તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ હવે અસારવા સિવિલ ખાતે આઇસોલેટેડ વોર્ડ ઉભો કરાયો છે તો નવી સિવિલ ખાતે પણ વોર્ડ ઉભો કરવાની તૈયારી દર્શાવાઇ છે. આ સાથે ઓક્સિજન ટેન્કની પણ ચકાસણી કરી દેવામાં આવી અને દવાના જથ્થાનો સ્ટોક પણ ચકાસી જથ્થો પૂરો કરવામાં આવ્યો છે. 

સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કરી અપીલ 
અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશે કહ્યું કે, હાલ અમદાવાદમાં એક્ટિવ કેસના દર્દીઓ હોમ આઇસોલેટમાં સારવાર લઈ રહ્યા છે. જો પરિસ્થિતિ વણશે અને દર્દીઓ દાખલ થવું પડે તેને લઈને કોઈ પણ ચૂક ના રહે તેનું ધ્યાન અપાઈ રહ્યું છે. આ સાથે  સિવિલ સુપ્રીટેન્ડેન્ટ લોકોને જાગૃત બનવા અને તકેદારી રાખવા કરી અપીલ કરી છે. 

મહત્વનું છે કે, સિવિલ ખાતે 2 ટેન્ક 20 હજાર લીટર ની લિકવિડ ઓક્સિજન ટેન્ક તૈયાર છે. આ સાથે 5300 લીટર ઓક્સિજન જનરેટ પ્લાન્ટ તૈયાર છે. 650 કન્સન્ટ્રેટર પણ તૈયાર તો જૂની સિવિલ હોસ્પિટલમાં D-9 વોર્ડમાં 20 બેડ તૈયાર છે. આ સાથે અને 1200 બેડમાં 0-5 વોર્ડમાં 30 બેડ તૈયાર કરાયા છે. આ સાથે કર્મચારી અને અધિકારીને તાલીમ પણ અપાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ