બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Controversy over ticket issue continues in Gondal BJP

અનિરૂધ્ધસિંહ VS જયરાજસિંહ / ગોંડલ ભાજપમાં ટિકિટ મુદ્દે કકળાટ યથાવત, આજે તાલુકા રાજપૂત સમાજની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ

Malay

Last Updated: 12:30 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે ગોંડલ ભાજપમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ યથાવત છે. આજે આજે ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારી બેઠક બોલાવવામાં આવી છે.

  • ગોંડલ ભાજપમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ યથાવત
  • આજે ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારી બેઠક 
  • સમાજની આજની બેઠકમાં નવાજૂનીના એંધાણ
  • રાજકીય બાબતો પર થઈ શકે છે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મહતમ બેઠકો હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે. આ વચ્ચે ગોંડલની વિધાનસભા બેઠક પર ઉમેદવારને લઇ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા જૂથ અને જયરાજસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટ મુદ્દે કકળાટ હજુ પણ યથાવત છે. ત્યારે આજે ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારી બેઠક બોલાવામાં આવી છે. રાજપૂત સમાજની કારોબારી બેઠકમાં રાજકીય બાબતો પર ચર્ચા થઈ શકે છે. આજે સમાજની કારોબારી બેઠકમાં કંઈક નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

કોઇને ન જીતાડી શકું તો માંડવી ચોકમાં આપઘાત કરીશ: જયંતિ ઢોલ
પોરબંદરના સાંસદ રમેશ ધડુકના સ્ફોટક નિવેદન બાદ રીબડા ખાતે 29 સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગોંડલના સહકારી આગેવાન અને ભાજપના નેતા જયંતિ ઢોલે પડકાર ફેંકતા કહ્યું હતું કે, 'ગોંડલ વિધાનસભા બેઠક પર જયરાજસિંહ અને તેના પરિવારના કોઇપણ સભ્યને ટિકીટ મળવી ન જોઇએ. અમે પણ 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ. પાર્ટી જયરાજસિંહ પરિવાર સિવાય કોઇપણને ટિકિટ આપે તેમને જીતાડવાની જવાબદારી અમારી છે. જો હું જીતાડી ન શકું તો ગોંડલના માંડવી ચોકમાં જાહેરમાં આપઘાત કરી લઇશ.'

કારખાનેદારો પાસેથી ખંડણી લેવાની વાત ખોટી છેઃ ઔધોગિક એસોસિએશન 
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા ગ્રુપ પર કરેલા આક્ષેપો પર ઔધોગિક એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, રીબડામાં અનેક ઔધોગિક વસાહતો આવેલી છે, જેમાં મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા કોઇપણ પ્રકારની કનડગત કરવામાં આવતી નથી પરંતુ રક્ષણ આપવામાં આવે છે. પૂર્વ ધારાસભ્યએ કરેલા ખંડણીના આક્ષેપો ખોટા છે. રીબડાના ખેડૂતો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, મહિપતસિંહ જાડેજા પરિવારને કારણે જ આ જમીનના ભાવ વધી રહ્યા છે.

બંને વચ્ચે વિવાદ યથાવત રહ્યો તો ગોંડલ બેઠકમાં નવો ચહેરો લાવી શકે ભાજપ: સૂત્ર
એક તરફ જયરાજસિંહ જાડેજા અને બીજી તરફ રીબડાના અનિરૂધ્ધસિંહ ગોંડલ બેઠક પરથી ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કરેલા સમાધાનના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે. ટિકિટ માટે ભાજપના બે જૂથ આમને-સામને આવી ગયા છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ રીબડા જૂથે ટિકિટ ડિમાન્ડની ફોર્મ્યુલા રજૂ કરી છે. રીબડા જૂથનું કહેવું છે કે અમે ભાજપના વિરોધી નથી પણ અમે પરિવારવાદના વિરોધી છીએ. આ સાથે જ ગોંડલ બેઠક પર થયેલી કામગીરીની  માહિતી આપતા રિબડા જૂથ દ્વારા  સહદેવસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા (અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્ર)ને ટિકિટ મળે તેવા પ્રયાસ  થઈ રહ્યા છે. લેઉવા પાટીદારમાંથી ટિકિટ આપવાની પણ સમાધાન ફોર્મ્યુલા પર દાવ લગાવવામાં આવી શકે છે. 

રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતાઃ જયરાજસિંહ
મહત્વનું છે કે આ પહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલ શહેર-તાલુકા કડવા પાટીદાર સમાજની બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહપતસિંહ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ  જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક પણ શબ્દ ઘસાતો બોલવાનો મને અધિકાર નથી. પણ મિત્રો મારે દુઃખ સાથે એટલે કહેવું છે રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતા અને કોઈ કોઈના કાયમી દુશ્મન નથી હોતા. 

કડવા પાટીદાર સમાજની બેઠકમાં કર્યા પ્રહાર
તેમણે જણાવ્યું હતું કે, 'અત્યારથી ગોંડલમાં બધી પ્લાનિંગની શરૂ થઈ ગઈ છે, જેમકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ?, નગરપાલિકાના પ્રમુખ કોણ?, તાલુકા પંચાયતની કમાન કોને સોંપીશું, નાગરિક બેંક હવે કોને દઈશું. મને જે વાત મળે છે તે હું તમારી સમક્ષ મૂકુ છું કે અનિરૂધ્ધસિંહ  જાડેજા (રીબડા)ના સુપુત્ર રાજદીપભાઈ અત્યારથી ધારાસભ્ય બની ગયા છે. અનિરૂધ્ધસિંહ એવું કહે છે કે યાર્ડનું રક્ષણ તો હું કરીશ. આમાં બે વસ્તુ ક્યાંય ભેગી નથી થતી. તમારે દૂધની ભલામણ કરવી હોય તો બિલાડીને દૂર રાખવી પડે. તમારો લોકર રૂમ હોય તો એને સ્ટોગ રાખવો પડે, લોકર રૂમના દરવાજા આગળ ગનમેન રાખવો પડે. ચોરને આ જવાબદારી ન સોંપાય. રીબડામાં જતા હશે એ બધાને ખબર છે કે રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે'

યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના કાર્યક્રમમાં જયરાજસિંહની બાદબાકી કરાઈ 
આપને જણાવી દઈએ કે,  ગોંડલમાં થોડા દિવસ પૂર્વે યુદ્ધ એ જ કલાયણ ગ્રુપનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં જયરાજસિંહની બાદબાકી કરાઈ હતી. આ કાર્યક્રમમાં નરેશ પટેલ, જયંતિ ઢોલ, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા. એક બાજુ ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ પોતાના પરિવારમાંથી અથવા પોતાને ટિકિટ માટે પ્રબળ દાવેદાર માની રહ્યા છે.  તો બીજી બાજુ  યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ અનિરૂધ્ધસિંહ જાડેજાની સાથે છે. અનિરૂધ્ધસિંહ પણ પોતાના પરિવારને ટિકિટ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. વર્ષોથી અનિરૂધ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા જૂથ આમને સામને છે.

છેલ્લી બે ટર્મથી ભાજપ પાસે છે ગોંડલ બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે. ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,12,784 મતદારો છે. જેમાં 1,09,995 પુરુષ અને 1,02,789 મહિલા મતદારો છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ