વેઇટલોસ કરવા માટે ઘણા લોકો હાઇ પ્રોટીન ડાયેટ લે છે. ત્યારે જરૂરિયાત કરતાં વધુ પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં કેટલીક બીમારીઓ આવી શકે છે. જાણો હાઇ પ્રોટીન ડાયટનાં રિસ્ક.
હાઇ પ્રોટીન ડાયેટ બની શકે છે ખતરનાક
કિડનીની બીમારીનું કારણ બની શકે છે પ્રોટીન
જિમ જતાં લોકોએ ખાસ ધ્યાન રાખવું
લોકો મેદસ્વિતાથી થતી બીમારીઓથી બચવા માટે વજન ઘટાડવા પર ભાર આપતા હોય છે. વજન ઘટાડવા માટે જાતજાતની ટ્રિક્સ અપનાવે છે. ભારતના લોકો કાર્બોહાઇડ્રેટ્સની માત્રાને સીમિત કરીને હાઇ પ્રોટીન ડાયેટ લઇ રહ્યા છે. આ દરમિયાન પ્રોટીનની દૈનિક જરૂરિયાત કરતાં વધુ પ્રોટીનનું સેવન કરી રહ્યા છે. આ કારણે આગળ જતા કિડનીની બીમારીઓનું રિસ્ક રહે છે. જે લોકોને પહેલા કિડની સંબંધિત કોઇ બીમારી છે, તેમના માટે હાઇ પ્રોટીન ડાયેટ લેવું વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.
લોકો હાઇ પ્રોટીન ડાયેટ લે છે
વેઇટલોસ કરવા માટે ઘણા લોકો હાઇ પ્રોટીન ડાયેટ લે છે. હવે એ વાત સામે આવી છે કે હાઇ પ્રોટીન ડાયેટની અસર કિડની પર થઇ રહી છે. હાઇ પ્રોટીન ડાયેટના કારણે શરીરમાં વધુ માત્રામાં એસિડ બનવા લાગે છે, જે આપણી કિડની સંપૂર્ણ રીતે ફિલ્ટર કરી શકતી નથી અને તે શરીરમાં જમા થવા લાગે છે. એ પણ શક્ય છે કે જો કોઇ સ્વસ્થ વ્યક્તિ લાંબા સમય સુધી હાઇ પ્રોટીન ડાયટ પર રહે છે તો તોને કિડનીની બીમારીની શરૂઆત થઇ શકે છે.
જિમ જતા લોકો ધ્યાન રાખો
જિમ જતા લોકો વધુ માત્રામાં પ્રોટીન સપ્લિમેન્ટ લે છે.આવા લોકોએ પ્રોટીન સપ્લિમેન્ટનું કંપોઝિશન વાંચવું જોઇએ,તેનું એક નિર્ધારિત માત્રામાં જ સેવન કરવું જોઇએ. જિમ જતા લોકો Whey Proteinનો ઉપયોગ કરે છે, તે માંસપેશીઓને વધારવામાં મદદ કરે છે, પરંતુ આ પ્રોટીન યુરિનની માત્રાને વધારે છે અને તેના સેવનથી યુરિન દ્વારા નીકળતા કેલ્શિયમની માત્રા વધે છે. કિડની પર બોજ પડે છે અને કિડનીમાં સ્ટોન થઇ જાય છે. માત્ર જિમ જતા લોકોએ જ રોજ માત્ર ૨૫થી ૫૦ ગ્રામ જ તેનું સેવન કરવું જોઇએ.
કિડનીને સ્વસ્થ રાખવા આ કરો
કિડનીને સ્વસ્થ રાખવા માટે રોજ જરૂરી માત્રામાં પ્રોટીનનું સેવન કરો. એ પણ ધ્યાન રાખો તમે કોઇ પ્રાકૃતિક સ્ત્રોતથી તે લઇ રહ્યા હોય, સપ્લિમેન્ટ દ્વારા નહીં. હાઇ કાર્બોહાઇડ્રેટ્સ વાળા ડાયટથી પણ બચો.પર્યાપ્ત માત્રામાં તાજાં ફળ અને શાકભાજીનું સેવન કરો. રોજ ત્રણથી ચાર લિટર પાણી અને બીજા લિક્વિડનું સેવન કરો.