બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / Consume this juice to reduce high cholesterol

હેલ્થ / માખણની જેમ ઓગળવા લાગશે હાઇ કોલેસ્ટ્રોલ, એક મહિના સુધી આ જ્યુસનું કરો સેવન

Khyati

Last Updated: 05:24 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલના દર્દીઓએ આ ખોરાક લેવાથી થાય છે ફાયદો, જાણી લો કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવુ જોઇએ ડાયટ

  • હાઇ કોલેસ્ટ્રોલ છે જોખમી
  • દવાઓ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર જરૂરી
  • કંદમૂળ અને શાકભાજીનો રસ પીવો ગુણકારી 

50 વર્ષની ઉંમરમાં મહિલાઓ અને પુરુષોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા વધવા લાગે છે. જો તેને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે આપણા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અસંતુલિત આહારને કારણે વારંવાર કોલેસ્ટ્રોલ વધે છે. હાઇ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.  આપણે હાર્ટ સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવા જીવલેણ રોગોનો શિકાર બની શકીએ છીએ, તો ચાલો જાણીએ કે આપણે શરીરમાં હાઇ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેવી રીતે ઘટાડી શકીએ.

બીટનો રસ

બીટએ પોષક તત્વોથી ભરપૂર છે. લોકો સલાડના રૂપમાં પણ તેને ખાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ થાય છે. દરરોજ બીટનો રસ પીવાથી આપણું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરી શકાય છે. આ રસનું સેવન કરવાથી સ્ટ્રોકનો કોઈ ખતરો નથી, કારણ કે તેમાં ઘણા પ્રકારના ગુણ જોવા મળે છે. જેમ કે એન્ટીઑકિસડન્ટ, એન્ટિઇન્ફ્લામેટ્રી, ફોસ્ફરસ, વિટામિન બી વગેરે.

કારેલાનો રસ

કારેલુ ભાગ્યેજ કોઇને ખાવાનું પસંદ છે. પરંતુ  કારેલા ઘણા તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, વિટામીન A, વિટામીન K, વિટામીન E વધુ પ્રમાણમાં હોય છે. ત્વચાને ચમકાવવા માટે પણ લોકો તેનું સેવન કરે છે, પરંતુ જો તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે. તેથી તમારે રોજ એક ગ્લાસ તેનો જ્યુસ પીવો જોઈએ.

દૂધીનો રસ

આપણે દૂધીનું શાક ખાઈએ છીએ. દૂધીમાં લગભગ 98% પાણી હોય છે. પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે દૂધી ખૂબ જ મદદગાર સાબિત થાય છે. દૂધીનો રસ પીવાથી સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહિવત થઈ શકે છે. એટલે કે કોલેસ્ટ્રોલને સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે.

એલોવેરાનો રસ

એલોવેરા જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પીવામાં થોડું કડવું લાગે છે, પરંતુ એલોવેરાનો જ્યુસ ઘણા રોગોને દૂર કરવા માટે પૂરતો છે. આજે તેનો ઉપયોગ ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનો જેમ કે ફેસ જેલ, ફેસ વોશ, એલોવેરા પેકેજ જ્યુસ બનાવવા માટે કરે છે. તેના સેવનથી તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. એલોવેરા શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને ઘણી હદ સુધી ઘટાડવામાં અસરકારક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ