Congress to adopt Theory OF BJP, major update in the next election
રાજકીય હલચલ /
હવે કોંગ્રેસ અપનાવશે ભાજપમાં ઉથલપાથલ મચાવનાર 'થિયરી', આગામી ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ
Team VTV10:45 AM, 14 May 22
| Updated: 11:48 AM, 14 May 22
આગમી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ નો રિપિટની થિયરીનો પ્રયોગ કરશે
આગામી ચૂંટણી માટે કોંગ્રેસ અપનાવશે નો-રિપિટ થિયરી
3-4 વખતથી હારનારાઓને નહી મળે ટિકિટ
વારંવાર હારતા ઉમેદવારોને બદલશે કોંગ્રેસ
આગામી ચૂંટણી માટે કોંગ્રેસ અપનાવશે નો-રિપિટ થિયરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તમામ રાજકીય પાર્ટીઓમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને AAP વચ્ચે ત્રી-પાંખીયો જંગ ખેલાશે.ત્યારે હવે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ બાદ કોંગ્રેસે પણ નો-રિપિટીની થિયરી અપનાવી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ સર્જાઈ રહ્યાં છે.
વારંવાર હારતા ઉમેદવારોને બદલશે કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, હાલ રાજસ્થાનના ઉદયપુરમાં હાલ કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય ચિંતિન શીબર ચાલી રહી છે. જેની વચ્ચે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ભાજપ બાદ કોંગ્રેસ પણ આગામી ચૂંટણી માટે નો-રિપિટ થિયરીનો નિર્ણય લીધો છે. એટેલે કે, 3-4 વખતથી હારનારાઓને ટિકિટ નહીં મળે. આ સાથે કોંગ્રેસ માત્ર ઉમેદવાર જ નહિ તે જ્ઞાતિને પણ બદલશે. તેમજ
જ્ઞાતિના ઉમેદવાર વારંવાર હારે છે તે જ્ઞાતિના ઉમેદવારને પણ આ વખતે ટિકિટ નહીં મળે.
નો રિપીટ થિયરી' શું છે ?
'નો રીપીટ થિયરી' એટેલ એક પણને પુન; સ્થાન ના આપવું. ગુજરાતના પૂર્વ નેતાઓને મંડળમાં રાજ્ય કે કેબીનેટ કક્ષાના મંત્રી પદે રહેલા ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન ના આપવું એટલે 'નો રીપીટ થીયરી'
ગુજરાતના રાજકારણમાં આ પહેલી વાર જ નથી
ગુજરાતના રાજકારણમાં આ પહેલી વાર આવું નથી થયું. આ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જ મંત્રીમંડળનાં સદસ્યોને 'રીપીટ' નહોતા કર્યા. 2010ની મહાનગરપાલિકાની ચૂંટણી સમયે તમામ કૉર્પોરેટરને બદલી નાખવામાં આવ્યા હતા, એ પછી ભાજપ ફરીથી સત્તા ઉપર આવવામાં સફળ રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ, વિધાનસભા, લોકસભામા 'નો રિપીટ થિયરી' લાગુ પાડી રહી છે. પ્રજાના રોષને ખાળવા માટે ભાજપ નો રિપીટ થિયરી અપનાવે છે અને આ થિયરીના કારણે અત્યાર સુધી ભાજપને ફાયદો જોવા મળ્યો છે