બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સંબંધ / Congress MLAs sit on dharna in front of Chief Minister's office

ગાંધીનગર / કોંગ્રેસ ધારાસભ્યોએ CM કાર્યાલય પર નાખ્યા ધામા, મત વિસ્તારના કામ અટકી રાખ્યા હોવાનો દાવો

Vishnu

Last Updated: 09:36 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલ જ નહીં,પોતાના મત વિસ્તારના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સાત જેટલા ધારાસભ્યો મુખ્યમંત્રીના કાર્યાલય આગળ ઘરણા પર બેસી ગયા

  • તમારા કામ ન થાય તો નવાઇ ન પામવી
  • અહીં ધારાસભ્યોના પણ નથી થતાં કામ
  • ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા

લોકોને પોતાના કેટલાક કામ કરાવવા માટે સરકારી કચેરીઓ કે છેક વિધાનસભા સુધી લાંબા થવું પડે છે છતાં પણ તે ન થાય તે સહુ કોઈ જાણે છે તેમાં નવાઈ પામવા જેવું નથી કેમ કે,  કેટલાક ધારાસભ્યોના કામ પણ નહીં થતા હોવાની ફરિયાદ ખુદ ધારાસભ્યો કરી રહ્યા છે. તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું છે. 

રોડ બનાવવા બજેટમાં જોગવાઈ તો કરી પણ ગ્રાન્ટ ફાળવવામાં ઢીલી નીતિનો આક્ષેપ
સામાન્ય લોકોને પોતાના કેટલાક કામ કરાવવા માટે સરકારી કચેરીઓ કે છેક વિધાનસભા સુધી લાંબા થવું પડે છે છતાં પણ તે ન થાય તે સહુ કોઈ જાણે છે તેમાં નવાઈ પામવા જેવું નથી કેમ કે,  કેટલાક ધારાસભ્યોના કામ પણ નહીં થતા હોવાની ફરિયાદ ખુદ ધારાસભ્યો કરી રહ્યા છે. તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે  ધરણા પર બેઠેલી વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ એક ધારાસભ્ય છે. ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા, જોબ નંબર નહીં ફાળવાતાં બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘની ઓફિસ પાસે ધરણાં પર બેસી ગયા હતા.

રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવતી હોવાનો દાવો
પ્રજાના કામ ન થતાં હોવાની વાતને લઈને માત્ર  જશુભાઈ પટેલ જ નહીં,પોતાના મત વિસ્તારના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સાત જેટલા ધારાસભ્યો મુખ્યમંત્રીના કાર્યાલય આગળ ઘરણા પર બેસી ગયા હતા. તેમનો આક્ષેપ હતો કે, વર્ષ-2022-23ના બજેટમાં રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓને પંચાયત હસ્તકના ગ્રામીણ રસ્તાઓ સુધારવા બજેટમાં 20 કરોડની જોગવાઇ કરેલી છે પરંતુ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓ દ્વારા પોતાના વિસ્તારના સૂચવેલા રસ્તાઓ મંજુર કરવામાં રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવી રહી છે.

જોબ નંબર મેળવવા માટે અંતે તેમને ધરણાં પર બેસવું પડ્યું 
આથી સચિવ અવંતિકાસિંઘની ઓફિસ પાસે એકાએક ધરણાં  પર બેસી ગયેલા ધારાસભ્ય જશુ પટેલની ફરીયાદ હતી કે, બે વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી. મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી. ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં તેમના મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર તો કર્યાં છે, પણ જોબ નંબર ન ફળવતાં કામ શરૂ થઈ શક્યાં નથી. આથી લોકોને હાલાકી પડી રહી છે આથી જોબ નંબર મેળવવા માટે અંતે તેમને ધરણાં પર બેસવું પડ્યું છે.

આ અગાઉ પણ બેઠા હતા ધરણાં પર
આપને જણાવી દઇ કે, 6 માસ અગાઉ ધારાસભ્ય જશુ પટેલ અગાઉ પણ આરોગ્ય કમિશનરની ઓફિસ સામે ઘરણાં પર બેઠા હતા. ધારાસભ્ય જશુ પટેલે તેમના વિસ્તારના આરોગ્ય કર્મચારીની બદલી માટે અધિકારીઓ તેમને વારંવાર ધક્કા ખવડાવતા હતા જેથી કંટાળીને ધારાસભ્યોએ આરોગ્ય કમિશનરની ઓફિસ ખાતે જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યારે ફરીવાર તેમને આ રીતે રોડના કામે ધરણા પર બેસવાની ફરજ પડી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ