બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / confirmation of bird flu instructions to kill chickens and ducks

ચિંતાજનક / કોરોના, ઓમિક્રોન વચ્ચે વધુ એક ટેન્શન, આ રાજ્યમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા મરઘીઓ અને બતકોને મારવાના આદેશ

Dharmishtha

Last Updated: 11:50 AM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળના અલાપ્પુઝા જિલ્લાની થાકાઝી પંચાયતથી બર્ડ ફ્લૂ ફેલાવાના સમાચાર આવી રહ્યા છે.

 

  • પુરક્કડથી મોકલમાં આવેલા બતકોમાં બર્ડ ફ્લૂ થવાની ખરાઈ થઈ 
  • થાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10ના એક કિલો મીટરના પક્ષીઓને મારવાનો આદેશ
  • પશુપાલન વિભાગની એક રિસ્પોન્સ ટીમનું ગઠન કરાયું

પુરક્કડથી મોકલમાં આવેલા બતકોમાં બર્ડ ફ્લૂ થવાની ખરાઈ થઈ 

મનાઈ રહ્યું છે કે પુરક્કડથી મોકલમાં આવેલા બતકોમાં બર્ડ ફ્લૂ થવાની ખરાઈ થઈ છે. આની માહિતી મળતા અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એક કિલો મીટર સુધીના દાયરામાં બતકો, મરઘી અને ઘરેલું પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. ફ્લૂના પ્રકોપની સૂચના મળતા જ જિલ્લાધિકારી એ. એલેક્જેન્ડરે સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે ગુરુવારે પશુપાલન, સ્વાસ્થ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓની સાથે તાત્કાલી મીટિંગ પણ કરી.

થાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10ના એક કિલો મીટરના પક્ષીઓને મારવાનો આદેશ

મીટિંગ બાદ અધિકારીઓએ જણાવ્યું કે મેનેજમેન્ટ થાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10ના એક કિલો મીટરના વિસ્તારમાં તમામ બતકો, મરઘી અને અન્ય ઘરેલુ પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. જેતી સંક્રમણને રોકી શકાય . આ સાથે અસરગ્રસ્ત વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે અને અહી વાહનો અને લોકોની અવરજવરને રોકી દેવામાં આવી છે. જિલ્લાધિકારીએ ફ્લૂ ગ્રસ્ત વિસ્તારોમાં મરઘી, બતક અને પક્ષીઓના અંડ્ડા, માંસ વગેરેનું વેચાણ રોકી દીધુ છે.

પશુપાલન વિભાગની એક રિસ્પોન્સ ટીમનું ગઠન કરાયું

જાણકારી અનુસાર પ્રશાસને ચંપાકુલમ, નેદુમુડી, મુત્તર, વિયાપુરમ, કરુવટ્ટા, શ્રીકુન્નપુઝા, થકાઝી, પુરક્કડ, અંબાલાપુઝા દક્ષિણ, અંબાલાપુઝા ઉત્તર હરિપ્પડ નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધ લગાવ્યો છે આની સાથે પ્રશાસનના વિસ્તારમાં પક્ષીઓને પકડવા અને તેને નષ્ટ કરવાને લઈને પશુપાલન વિભાગની એક રિસ્પોન્સ ટીમનું ગઠન કર્યું છે.

બેઠક દરમિયાન સહાયક વન રક્ષકને જવાબદારી આપવામાં આવી

જિલ્લાધિકારીની બેઠક દરમિયાન સહાયક વન રક્ષકને જવાબદારી આપવામાં આવી છે. આ  વાતની જાણકારી માટે જે પ્રવાસી પક્ષી તે ફ્લૂથી સંક્રમિત થયા છે કે નહીં. અધિકારીઓનું કહેવું છે કે આ વાયરસ હવામાં ઝડપથી ફેલાય છે અને વધારે પક્ષીઓને સંક્રમિત કરે છે.
 

અહીં કાગડામાં બર્ડ ફ્લૂ મળ્યો

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લામાં ઓછામાં ઓછા 48 કગડા મરેલા મળ્યા બાદ તેમનામાં બર્ડ ફ્લૂની હાજરી હોવાની ખરાઈ હતી.  આ ઉપરાંત રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક તળાવમાં બર્ડ ફ્લૂના મામલા સામે આવ્યા હતા. જેમાંથી 5 દિવસમાં 60થી વધારે કાગડાના મોત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ