બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / complaints against illegal digital loan giving apps double

કામની વાત / Digital Loan આપનારી ફેક એપ્સથી સાવધાન! ફરિયાદોમાં વધારો, ફ્રૉડથી બચવું છે તો આ ખાસ જાણી લેજો

Bijal Vyas

Last Updated: 07:05 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ડિજિટલ લોન આપતી એપ પર કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ ફરિયાદોમાં સતત થઇ રહ્યો છે વધારો....

  • RBI ગેરકાયદેસર ડિજિટલ લોન આપતી એપ પર કરી રહી છે કડક કાર્યવાહી
  • ડિજિટલ લોન અંગે જનતાની ફરિયાદો નોંધવાની વ્યવસ્થા માટે સચેત પોર્ટલ 
  • લેણદારને ધમકી આપવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

Digital Loan: સાસંદના ચોમાસા સત્રમાં નાણાં મંત્રાલય દ્વારા લોક સભાને જણાવ્યુ કે ગેરકાયદેસર ડિજિટલ લોન એપ્સ વિરુદ્ધ ફરિયાદોની સંખ્યા નાણાંકીય વર્ષ 23માં બમણીથી વધીને 1,062 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ડિજિટલ લોન આપતી એપ પર કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમ છતાં ફરિયાદોની સંખ્યા બમણી થઈ ગઈ છે. નવેમ્બર 2021 સુધીના ઉપલબ્ધ ડેટા અનુસાર, ફરિયાદોની સંખ્યા 263 હતી.

શું કહે છે આંકડા?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના નવીનતમ ઉપલબ્ધ ડેટા અનુસાર, સાયબર છેતરપિંડીના કેસોની કુલ સંખ્યા, જેમાં ઓનલાઈન એપ્સ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો પણ સમાવેશ થાય છે, તે 2021માં 14,007 હતી. આ ઉપરાંત એવી મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડી થતી હશે જે પોલીસ અથવા આરબીઆઈમાં ક્યારેય નોંધાતી નથી.

Topic | VTV Gujarati

આરબીઆઇએ શરુ કરી છે‘સચેત’ પોર્ટલ 
ઓનલાઈન લોન એપ્સ/ડિજિટલ લોન સંબંધિત રેગ્યુલેટેડ એન્ટિટીઝ (RE) વિરુદ્ધ ફરિયાદો RBI-સંકલિત લોકપાલ યોજના, 2021 મુજબ RBI પાસે નોંધાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત ડિજિટલ લોન અંગે જનતાની ફરિયાદો નોંધવાની વ્યવસ્થા માટે રાજ્ય સ્તરીય સંકલન સમિતિ હેઠળ 'સચેત' નામનું પોર્ટલ પણ સ્થાપવામાં આવ્યું છે.

ઘણી ડિજિટલ લોન આપતી એપ છે ગેરકાયદેસર
જણાવી દઈએ કે ઘણી ડિજિટલ લોન એપ ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે અને RE સાથેની કોઈપણ વ્યવસ્થાનો ભાગ નથી જેના કારણે તેઓ RE વિરુદ્ધ આરબીઆઈમાં નોંધાયેલી ફરિયાદોનો ભાગ નથી.

આમાંની કેટલીક લોન એપ્સ દ્વારા સતત હેરાનગતિને કારણે ગ્રાહકના આત્મહત્યાના ઘણા કિસ્સાઓ નોંધાયા છે.

સરકાર અને નિયામકના વિવિધ ઉપાયો દ્વારા આવી ડિજિટલ લોન આપતી એપ્સ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે અને Google અને Apple સ્ટોર્સને આ એપ સ્ટોર્સ પરથી આવી લોન એપ્સને પ્રતિબંધિત કરીને દૂર કરવા કહ્યુ છે.

ડિજિટલ લોનને લઈને RBI ના કડક નિયમો, હવે માત્ર રેગ્યુલેટેડ કંપનીઓ જ આપી શકશે  લોન | rbi implement new rule for digital loan company and apps

લેણદારને ધમકી આપવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
RBIએ Googleઅને Appleને 31 મે, 2023 થી ડિજિટલ લોન એપને ગ્રાહકોના ફોટા સાથે વ્યક્તિગત લોન સંપર્કોને ઍક્સેસ કરવાથી રોકવા માટે કહ્યું છે. આ પગલુ અમુક લોન આપનાર એપ દ્વારા ગ્રાહકોને તેમના સંપર્કોને ફોન કરીને ધમકાવવા અને શરમમાં મૂક્યા બાદ આવી છે.

આરબીઆઇ પાસેથી લેવાનો હોય છે લાયસન્સ 
નિયમો મુજબ, એપ્સને રજિસ્ટર્ડ લોન પ્રદાતા તરીકે કામ કરવા માટે આરબીઆઈ પાસેથી એપનું લાયસન્સ જેવા સહાયક પુરાવા પ્રદાન કરવા જરૂરી છે.

જો એપ માત્ર એક વિતરક છે, તો તેણે તેના લોન આપનાર ભાગીદારો જેમ કે, બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC)ના નામ પણ જાહેર કરવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ