બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / CM Yogi's security will increase! A big decision can be taken after Atiq-Ashraf massacre

BIG NEWS / CM યોગીની સુરક્ષામાં થશે વધારો! અતીક-અશરફ હત્યાકાંડ બાદ લેવાઇ શકે મોટો નિર્ણય

Priyakant

Last Updated: 03:16 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yogi Adityanath Security: સીએમ યોગી આદિત્યનાથ જ્યારે યુપીની બહાર પ્રવાસે જશે ત્યારે વધારાની સુરક્ષા ટુકડી તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારાશે 
  • લખનૌની બહારના પ્રવાસ દરમિયાન વધારાની સુરક્ષા ટુકડી અપાશે 
  • કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કડક સુરક્ષા મળશે 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારવામાં આવશે. વાત જાણે એમ છે કે, હવે સીએમ યોગીને લખનૌની બહારના પ્રવાસ દરમિયાન વધારાની સુરક્ષા ટુકડી આપવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારક છે. આવી સ્થિતિમાં કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમને કડક સુરક્ષા આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના નજીકના રક્ષણનો વ્યાપ વધારવામાં આવશે.

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં અધિકારીઓ સાથે મોટી બેઠક યોજી હતી. જેમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે સીએમ યોગી તેમજ બંને ડેપ્યુટી સીએમના તમામ જાહેર કાર્યક્રમોને હાલ માટે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સીએમ યોગી આદિત્યનાથ જ્યારે યુપીની બહાર પ્રવાસે જશે ત્યારે વધારાની સુરક્ષા ટુકડી તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએમ યોગી એક્શનમાં
પ્રયાગરાજમાં પોલીસની સામે અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા બાદ યોગી આદિત્યનાથ સરકાર સતત એક્શનમાં છે. પ્રયાગરાજ કમિશનરેટે આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે. આ SITએ સોમવારે પણ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. બીજી તરફ, હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની પૂછપરછ કરવા માટે પોલીસની ટીમ તેમના ગૃહ જિલ્લા બાંદા, હમીરપુર અને કાસગંજ પહોંચી હતી. આ દરમિયાન પોલીસે તેમના કોન્ટેક્ટ્સને પણ ટ્રેસ કર્યા હતા.

સીએમ યોગી પાસે હાલ ઝેડ પ્લસ સુરક્ષા
સીએમ યોગીને હાલમાં ઝેડ પ્લસ સુરક્ષા છે. જણાવી દઈએ કે દેશભરમાં માત્ર 40 લોકોને જ Z+ શ્રેણીની સુરક્ષા મળી છે, જેમાં સીએમ યોગી સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેવા મોટા મોટા લોકો છે. નેતાઓ સામેલ છે. આ શ્રેણીમાં 10 થી વધુ NSG કમાન્ડો ઉપરાંત કુલ 55 સુરક્ષા કર્મચારીઓ ઉપલબ્ધ છે. આ સાથે સુરક્ષા ટુકડીમાં 5 બુલેટ પ્રુફ વાહનો પણ ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ