બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CM Yogi Adityanath recieved a threat from youngster, said goli mar dunga

UP / અતીક-અશરફની હત્યા બાદ CM યોગીને મળી મોતની ધમકી, યુવાને ફેસબુક પર લખ્યું, 'ગોળી મારી દઈશ'

Vaidehi

Last Updated: 04:20 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Death threat to CM Yogi: CM યોગી આદિત્યનાથને ફેસબુક પર ધમકી મળી છે. યુવકે લખ્યું કે ગોળી મારી દઈશ...જાણો સમગ્ર મામલો.

  • CM યોગીને યુવકે આપી ધમકી
  • ફેસબુક પોસ્ટ પર લખ્યું ગોળી મારી દઈશ
  • પોલીસે તેની સામે નોંધ્યો કેસ, તપાસ ચાલુ

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારવાની ધમકી આપવામાં આવી છે. બાગપત જિલ્લાનાં રહેનારા એક યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતાં CM યોગીને ગોળી મારવાની ધમકી આપી છે. કેટલાક લોકોએ આ પોસ્ટમાં CM, DGP અને યૂપી પોલીસનાં ટ્વિટર હેન્ડલને ટેગ કરતાં યુવકની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આ યુવકની સામે મામલો નોંધી લીધો છે અને હાલ તેને શોધી રહ્યાં છે.

CM યોગીની સિક્યોરિટીમાં વધારો
પ્રયાગરાજ જિલ્લામાં અતીક-અશરફ હત્યાકાંડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. રાજધાની લખનઉમાં પણ મુખ્યમંત્રીનાં આવાસની બહાર સુરક્ષા બમણી કરી દેવામાં આવી છે. UP પોલીસ CM યોગીની સુરક્ષાને લઈને એલર્ટ મોડમાં છે. આ વચ્ચે બાગપતનાં એક યુવકએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળીથી મારવાની ધમકી આપી છે. યુવકે આ ધમકી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ફેસબુક પોસ્ટ પર આપી ધમકી
જ્યારે લોકોએ આ પોસ્ટ જોઈ તો કેટલાક નારાજ થયાં તો કેટલાક રોષે ભરાયા હતાં. સાથે જ UP DGP અને પોલીસને ટેગ કરતાં આરોપી યુવકની સામે કડક પગલાં લેવાની માંગ ઊઠાવી હતી. અતીક અને અશરફની હત્યા બાદ બાગપતમાં રહેનારાં નિતિન તોમરે પોતાના ફેસબુક એકાઉન્ટથી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં નિતિન તોમરે CM યોગીનો ફોટો મૂકી અને  લખ્યું હતું કે , 'મેરી તરફ મત દેખ ભાઈ, મૈને કુછ નહીં કીયા.' આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને અમન રાજ નામના વ્યક્તિએ કમેન્ટમાં અપશબ્દોનો પ્રયોગ કર્યો. એટલું જ નહીં સીએમ યોગીને ગોળી મારવાની વાત પણ કહી.

યુવકની સામે નોંધાઈ FIR
આ પોસ્ટને લઈને બાગપત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બાગપત પોલીસે સાઈબર સેલને આ વ્યક્તિ વિશે માહિતી આપવાનું જણાવ્યું છે. સાથે જ આરોપી અમન રાજની સામે  IPCની કલમ 507 અને IT એક્ટ અધિનિયમની કલમ 66ની અંતર્ગત FIR નોંધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ