બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel will go to Rajasthan: He will campaign for three days for the assembly elections

અભિયાન / 17થી 19 સપ્ટેમ્બર CM ભૂપેન્દ્ર પટેલ જશે રાજસ્થાન, વિધાનસભા ચૂંટણીને લઇને કરશે ત્રિદિવસીય પ્રચાર

Malay

Last Updated: 12:12 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Election 2023: રાજસ્થાનમાં સત્તા મેળવવા માટે ભાજપે આરંભી દીધી તૈયારીઓ, CM ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસ રાજસ્થાનના કોટામાં કરશે ચૂંટણી પ્રચાર.

  • CM ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે
  • 17થી 19 સપ્ટેમ્બર CM ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાન મુલાકાતે
  • રાજસ્થાનના કોટામા CM ભૂપેન્દ્ર પટેલ કરશે ચૂંટણી પ્રચાર

Rajasthan Election 2023: રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ માટે સ્થાનિક નેતાઓની સાથે-સાથે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી સીએમ અશોક ગેહલોતની સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્ય સ્તરના નેતાઓ રાજ્યમાં કોંગ્રેસ સરકારને રિપીટ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એવા સમયે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ફાઈલ ફોટો

3 દિવસ CM ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનમાં
સીએમ ભૂપેન્દ્ર પટેલ 3 દિવસ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ આવતીકાલથી એટલે કે 17થી 19 સપ્ટેમ્બર સુધી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનના કોટામાં ચૂંટણીનો પ્રચાર કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ 17, 18 અને 19 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ રાજસ્થાનમાં ચૂંટણી માટે પ્રચાર કરશે. આ દરમિયાન તેઓ કોટા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રદેશ ભાજપની રેલીઓમાં સામેલ થશે. 

નીતિન પટેલને સોંપાઈ છે મહત્વની જવાબદારી
આપને જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાત ભાજપના 50થી વધુ નેતાઓ અને ધારાસભ્યો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ભાજપના ધારાસભ્યોને પણ  દેશના ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવાની સૂચના આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. 

May be an image of one or more people and dais
નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ગુજરાત)

વિધાનસભામાં કોંગ્રેસના 108 ધારાસભ્યો
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 7 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસને 108 સીટો મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 70 સીટો મળી હતી. જે બાદ અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ