બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / CM Bhupendra Patel will gift Saurashtra 181 crore development works, the end of the Souni Yojana Link-4

રાજકોટ / આજે CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રને આપશે 181 કરોડના વિકાસ કાર્યની ભેટ, સૌની યોજના લિંક-4નું ખાતમુહૂર્ત

Dinesh

Last Updated: 07:11 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news: રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતમુહૂર્ત કરશે

  • વિંછીયામાં સૌની યોજના લિંક-4ના 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે
  • વિંછીયામાં 337 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • 73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવો જોડવામાં આવશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે.

7 અને 8 ફેબ્રુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલ સાંસદો-ધારાસભ્યો-પ્રજાવર્ગોને નહીં  મળે, આ કારણે લેવાયો નિર્ણય | CM Bhupendra Patel will not meet MPs  legislators public on 7th and 8th ...

નર્મદા જળના સંગ્રહનું આયોજન
આ યોજના અન્વયે 4 લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-4 દ્વારા પાછલા 4 વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ,14 તળાવ અને 7 જળાશયમાં કુલ મળીને 4435 મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે. સૌની યોજનામાં તબક્કાવાર 1313 કિલોમીટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે અને અંદાજે 77430 એમસીએફટી પાણી 85 જળાશયો, 170 ગામ તળાવો તથા 1319 ચેકડેમોમાં પૂરું પાડવામાં આવ્યું છે. આના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓમાં સાડા છ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે. 

વાંચવા જેવું: ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે

મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેનું ખાતમુહૂર્ત કરવાના છે તે લિંક-4ના પેકેજ-9 દ્વારા અંદાજે 73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવને જોડવામાં આવશે. એટલું જ નહિ, 23 જેટલા ગામોની 45 હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને 5676 એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળતું થવાનું છે. રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે એટલે કે, શુક્રવારે સવારે 10-00 કલાકે વિંછીયા એપીએમસી નજીક યોજનારા આ વિકાસ ઉત્સવમાં મુખ્યમંત્રી રૂ.139 કરોડના ખર્ચે સાકાર થનારી બે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેમજ રૂ.9 કરોડના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ., રૂ. 2.11 કરોડના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપશે. આ કાર્યક્રમમાં 214 દિવ્યાંગજનોને રૂ.28.94 લાખના સી.એસ.આર. ફંડથી 372 જેટલા સાધન સહાય અપાશે. આ ઉપરાંત વિચરતી જાતિના 133 જેટલા લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ પણ થવાનું છે. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Vinhiya Everyone plan cm bhupendra patel વિંછીયામાં સૌની યોજના સૌની યોજના લિંક-4 Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ