બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / CM Bhupendra Patel opens road for urban development, allocates Rs 41.80 crore, in-principle approval for these development works

ગાંધીનગર / શહેરી વિકાસને લઈ CM ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો પટારો, 41.80 કરોડ રૂપિયા ફાળવ્યા, વિકાસના આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

Vishal Khamar

Last Updated: 05:44 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર અને સુરત મહાનગરને ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ૪૧.૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં ગાંધીનગરને રૂ. પ.૧૧ કરોડ સુડા-સુરતને ૩૬.૬૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

  • ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકાને વિકાસનાં કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી
  • ગાંધીનગરને રૂ. પ.૧૧ કરોડ સુડા-સુરતને ૩૬.૬૯ કરોડ રૂપિયા ફાળવણી કરાશે
  • સુરતમાં 8 ફ્લાય  ઓવરનાં નિર્માણ માટે 390 કરોડની દરખાસ્તને મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઇઝ ઓફ લિવીંગને વેગ આપવાની નેમ રાખી છે.  આ સંદર્ભમાં તેમણે મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાંટ ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાને 5.11 કરોડનાં  વિકાસનાં કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદ્દઅનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાને આઉટગ્રોથ યોજનામાં રૂ. પ કરોડ ૧૧ લાખના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ માફરતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્ત તેમણે મંજૂર કરી છે.  મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાઇજીપૂરા, અમીયાપૂરા, રાયસણ, રાંદેસણ, કોલવડા તેમજ અન્ય ગામોમાં પાણી પુરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. 

ફાઈલ ફોટો

સુરતમાં વિવિધ વિકાસનાં કામો માટે 36.69 કરોડની દરખાસ્તને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજુ કરેલી તળાવ વિકાસના ૧૦ જેટલા કામોની રૂપિયા ૩૬.૬૯ કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. 

ફાઈલ ફોટો

સુરતમાં 8 ફ્લાય ઓવર નિર્ણામ માટે 390 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી
સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોર્ડની મંજૂરી મેળવવાની તેમજ આ કામોનું થર્ડ પાર્ટી ઇન્સપેકશન કરાવવાનું રહેશે એવું પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે.  એટલું જ નહિ, સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી ૮ ફલાય ઓવર નિર્માણની ૩૯૦ કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ