બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / China's trick did not work, Pakistan fell alone: Delegates of 17 powerful countries reached Kashmir, provided ironclad security

G-20 સમિટ / ચીનની ચાલાકી ન ચાલી, પાકિસ્તાન પડી ગયું એકલું: 17 પાવરફૂલ દેશોના ડેલિગેટ્સ પહોંચ્યા કાશ્મીર, અપાઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા

Vishal Khamar

Last Updated: 08:13 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G-20 પરિષદ અંતર્ગત ભારતે શ્રીનગરમાં ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજીને પાકિસ્તાનના ખોટા પ્રચારની પોલ ખોલી દીધી છે. ભારતના આમંત્રણ પર 17 દેશોના 60 પ્રતિનિધિઓ કાશ્મીર પહોંચ્યા છે. ભારતના આ પગલાથી કાશ્મીર સુરક્ષિત હોવાનો સંદેશ દુનિયામાં જશે અને ભારતને તેનો ઘણો ફાયદો થશે.

  • G-20 પરિષદમાં 17 દેશોમાં 60 પ્રતિનિધિઓ કાશ્મીર પહોચ્યા
  • પાકિસ્તાનનાં કહેવાથી ચીને બેઠકમાં ભાગ લેવોનો ઈન્કાર કર્યો
  • કલમ-370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પહેલું મોટું આયોજન

 કાશ્મીરની ધૂન વગાડી રહેલા પાકિસ્તાનના ખોટા પ્રચારને ખાળવા માટે ભારતે એક શાનદાર ચાલ ચાલી છે.  જે સફળ થતી દેખાઈ રહી છે.  G-20 પરિષદ હેઠળ ભારતે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસન કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનું આયોજન કર્યું હતું. ભારતની આ ચાલથી નારાજ થયા બાદ પાકિસ્તાને બેઠક વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો નિર્ણય પહેલેથી જ કરી લીધું હતું.

પાકિસ્તાનના કહેવા પર ચીને બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો
પાકિસ્તાને ઘણા પ્રયત્નો કર્યા કે કાશ્મીર પર તેના પ્રચારને મોટા પાયા પર અન્ય દેશોનું સમર્થન મળે. પરંતુ પાડોશી દેશ ખાલી હાથ રહ્યો. પાકિસ્તાનના કહેવા પર ચીને આ બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ચીને પણ બેઠક અટકાવવા ઘણો પ્રયાસ કર્યો હતો. ડ્રેગને કહ્યું હતું કે તે કોઈપણ 'વિવાદિત વિસ્તારમાં' બેઠક યોજવાનો વિરોધ કરે છે.

60 પ્રતિનિધિઓનું ડેલિગેશન ભારત પહોચ્યું
ચીન સિવાય માત્ર બે દેશો તુર્કી અને સાઉદી અરેબિયાએ ખચકાટ દર્શાવ્યો હતો. આ થોડા દેશોને છોડીને અમેરિકા, રશિયા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન અને દક્ષિણ આફ્રિકા જેવા 17 શક્તિશાળી દેશોએ આ બેઠકમાં હાજરી આપવા માટે રસ દર્શાવ્યો. અહીંથી 60 પ્રતિનિધિઓનું ડેલિગેશન ભારત પહોચ્યું હતું.

કલમ-370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પહેલું મોટું આયોજન
શ્રીનગરમાં યોજાઈ રહેલી G-20ની આ બેઠક ઘણી રીતે મહત્વની છે. કારણ કે કલમ-370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આ પહેલું મોટું આયોજન છે. આ બેઠકમાં વર્કિંગ ગ્રુપની પ્રથમ બે બેઠકોની સરખામણીમાં સૌથી વધુ દેશો આવી રહ્યા છે. આ બેઠક માટે વિશ્વભરમાંથી મળેલ સમર્થન ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.  એ બેઠકનાં કારણે કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ નબળું પડશે અને કાશ્મીર પર ભારતના નિર્ણયને માન્યતા મળશે. આ સિવાય વિશ્વ કાશ્મીરમાં સામાન્ય સ્થિતિની ઝલક પણ જોઈ શકશે.

પાકિસ્તાન કોઈપણ સંજોગોમાં G-20  બેઠકને સફળ થવા દેવા માંગતું નથી
વાસ્તવમાં પાકિસ્તાનને એ વાતની ચિંતા છે કે કાશ્મીરમાં G-20 બેઠકના સફળ આયોજનથી દુનિયામાં એ સ્વીકૃતિ વધી જશે કે કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નથી ઈચ્છતું કે દુનિયાને આ સંદેશ આપવામાં આવે કે કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત આવીને પોતાની નાદારી બતાવી છે.  તેણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે 'અમે તેની નિંદા કરીએ છીએ અને જ્યારે સમય આવશે ત્યારે અમે એવો જવાબ આપીશું જે યાદ રાખવામાં આવશે'.

જી-20 મીટીંગની વિરૂદ્ધ મુસ્લિમ દેશોને એકજૂટ થવાની પાકિસ્તાનની અપીલ
પાકિસ્તાન શરૂઆતથી જ અન્ય દેશોને કાશ્મીરમાં આયોજિત G20 સમિટમાં ભાગ ન લેવાની અપીલ કરી રહ્યું હતું. પાકિસ્તાન સાથેના ગાઢ સંબંધો જોઈને ચીને પહેલાથી જ તેની માટે સંમતિ આપી દીધી હતી. સંમત થવા પાછળનું કારણ પાકિસ્તાનમાં ચીનનું જંગી રોકાણ છે. ચીન કોઈપણ કિંમતે પાકિસ્તાનને ગુસ્સે કરવા માંગતું નથી. જેથી તેના પ્રોજેક્ટ્સ સરળતાથી ચાલતા રહે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે તેઓ કોઈપણ વિવાદિત વિસ્તારમાં કોઈપણ પ્રકારની બેઠકનો વિરોધ કરે છે. આ સિવાય પાકિસ્તાને  કાશ્મીરમાં યોજાનાર જી-20 મીટીંગની વિરૂદ્ધ મુસ્લિમ દેશોને એકજૂટ થવાની અપીલ કરી હતી.
પાકિસ્તાનની અપીલ બાદ મુસ્લિમ દેશોએ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો
તુર્કીએ પહેલાથી જ કાશ્મીરને લઈને ભારત સામે કડક વલણ અપનાવ્યું છે. જો કે ભૂકંપ બાદ ભારતે તુર્કીની મદદ કરી હતી. જેથી એવું માનવામાં આવતું હતુ કે તુર્કી ભારતનો સાથ આપી શકે છે.  પરંતુ પાકિસ્તાનની અપીલ બાદ આખરે તુર્કીએ પણ આ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ સાઉદી અરેબિયાએ કોઈ કડક પ્રતિક્રિયા આપી નથી. જેથી એવું લાગતું હતું કે સાઉદી અરેબિયા ચોક્કસપણે આ બેઠકમાં ભાગ લેશે. પરંતુ અંતિમ ક્ષણે સાઉદીએ પણ ભાગ ન લેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળનું કારણ પાકિસ્તાન દ્વારા મુસ્લિમ દેશોને કરવામાં આવેલી અપીલ પણ હોઈ શકે છે.
સમગ્ર શહેરમાં રંગબેરંગી પોસ્ટરો લગાવવામાં આવ્યા
શ્રીનગરમાં ઘણા દિવસોથી સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરભરમાં રંગબેરંગી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં સરકારની યોજનાઓની જાણકારી આપવામાં આવી છે. તે દેશોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જે આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. શ્રીનગરમાં આ બેઠક માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. દાલ સરોવરથી લઈને જબરવનની ટેકરીઓ સુધી દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સીઆરપીએફના માર્કોસ કમાન્ડોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ કમાન્ડોની ટીમ ઘણા દિવસોથી સુરક્ષા કવાયત કરી રહી છે. આ ઉપરાંત મરીન કમાન્ડોની સાથે એનએસજી કમાન્ડો પણ તૈનાત છે. આ સાથે તળાવમાં સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ તૈનાત છે. પોલીસે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સુરક્ષા દળોના જવાનોને વિશેષ આઈ-કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
ગુલમર્ગની હોટલમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
આ મીટિંગ હેઠળ અગાઉ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે વિદેશી મહેમાનોને ઘાટીના સુંદર પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઈ જવામાં આવશે. અહીં વિદેશી પ્રતિનિધિઓ કાશ્મીરની સુંદરતા જોઈ શકશે. પરંતુ મીટિંગ પહેલા જ ગુલમર્ગની હોટલમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં વિદેશી મહેમાનો રોકાવાના હતા. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ હોટલ પર 26/11 જેવો હુમલો કરવાની યોજના છે. આ સમગ્ર પ્લાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના ઈશારે ઘડવામાં આવ્યો છે.

ગુલબર્ગમાં આતંકવાદીઓ વિદેશી પ્રવાસીઓની હત્યા કરવાનો પ્લાન
આટલી મોટી માહિતી સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓના કાન ઉભા થયા અને તેમણે ગુલબર્ગ જવા માટે વિદેશી પ્રવાસીઓનો પ્લાન કેન્સલ કરી દીધો. પકડાયેલા આરોપીઓએ જણાવ્યું કે આતંકવાદીઓનો ઉદ્દેશ્ય મુલાકાત દરમિયાન હોટલમાં ઘૂસીને ત્યાં હાજર વિદેશી પ્રવાસીઓને નિશાન બનાવવાનો હતો. આ સમગ્ર હુમલો મુંબઈ હુમલાની તર્જ પર કરવાનો હતો. જેમાં આતંકવાદીઓએ ઘણા મહેમાનોની હત્યા કરી હતી અને ઘણાને બંધક બનાવ્યા હતા. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આ હુમલાનું પ્લાનિંગ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું. પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફોર્સના આતંકવાદી તનવીર અહમદ રાથેરને ઘાટીમાં આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

G-20ની મહત્વની બેઠક દરમ્યાન આતંકવાદીઓએ મોટો હુમલો કરવાની તૈયારી કરી
G-20ની મહત્વની બેઠક માટે માત્ર સેના અને વિશેષ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા નથી. પરંતું એનએસજીની એન્ટી ડ્રોન ટીમ આકાશમાંથી નજર રાખી રહી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટથી ખુલાસો થયો છે કે કાશ્મીરમાં કોન્ફરન્સ દરમિયાન આતંકીઓ એક સાથે બેથી ત્રણ જગ્યાએ હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે સમગ્ર કાશ્મીરમાં, ખાસ કરીને શ્રીનગરમાં તમામ ગતિવિધિઓ પર સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ