યુઝુ શહેરમાં સોમવાર રાતથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને પોતપોતાના ઘરોમાં રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
કોરોના વાયરસે ફરી એકવાર વિશ્વને ભરડામાં લીધું છે.
ચીનના યુઝુમાં પુનઃ કોરોનાના કેસ દેખતા લોકડાઉન જાહેર
ચીનમાં મંગળવારે 175 કોરોના સંક્રમિત સામે આવ્યાં
કોરોના વાયરસે ફરી એકવાર વિશ્વને ભરડામાં લીધું છે.
મહામારીની બીજી વેવમાં કોરોનાનું ભયાનક ચિત્ર બધાએ જોઈ લીધું છે, આવી સ્થિતિમાં કોઈ પણ દેશ પાછલી વખત કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન કરવા માંગતો નથી. કોરોનાના માત્ર ત્રણ કેસ સામે આવ્યા બાદ ચીને યુઝુ શહેરમાં લોકડાઉન લાદી દીધું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર યુઝુમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને કોઈપણ જરૂરી કારણ વગર ઘરની બહાર ન નીકળવાની કડક સૂચના આપવામાં આવી છે.
યુઝુમાં પહેલાથી જ બસ અને ટેક્સી જેવી સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લોકોને કહેવામાં આવ્યું છે કે રોગચાળાને રોકવા માટે સોમવાર રાતથી લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે અને લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે, ચીને પહેલાથી જ શહેરમાં બસ અને ટેક્સી જેવી સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. શોપિંગ મોલ, મ્યુઝિયમ અને અન્ય પર્યટન સ્થળો પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
ચીનમાં મંગળવારે 175 કોરોના સંક્રમિત સામે આવ્યાં
મંગળવારે ચીનમાં 175 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા. જેમાં હેનાન પ્રાંતમાં પાંચ અને નિંગબો શહેરમાં એક કપડાની ફેક્ટરીમાં આઠ કેસ નોંધાયા હતા. જ્યારે ઝિઆન શહેરમાં 95 નવા કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાના કેસમાં આ ઉછાળો ત્યારે જોવા મળી રહ્યો છે જ્યારે તે આવતા મહિને યોજાનારી વિન્ટર ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે.